ગુજરાત પોલીસમાં 27,000 જગ્યા છે ખાલી: 12,000 કોન્સ્ટેબલ, 472 PSIની ભરતી કરાશે
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.11
- Advertisement -
પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવવાની ઇચ્છા રાખીને છેલ્લા ઘણા સમયથી તૈયારી કરતા યુવાનો માટે અંતે સુવર્ણ દરવાજા ખુલ્યા છે. હાઇકોર્ટે આપેલી મંજૂરી બાદ સરકારે 472 પીએસઆઇ અને અન્ય હથિયારી તથા બીનહથિયારી 12 હજાર કોન્સ્ટેબલની ભરતી માટે લીલીઝંડી આપી છે. ટૂંક સમયમાં જ ગૃહ મંત્રાલય દ્વારા ભરતી પ્રક્રિયા શરૂ કરવામા આવશે. આ સાથે ભરતી અંગેના નિયમોમાં પણ મોટાપાયે ફેરફાર કરવામા આવ્યા છે. ભરતીના નવા નિયમો પણ જાહેર કરવામા આવ્યા છે. શારીરિક અને લેખિત આ બન્ને ટેસ્ટ માટેના નવા નિયમો એટલા માટે વહેલા જાહેર કરી દેવામા આવ્યા છે કે ઉમેદવારોને અત્યારથી જ એ મુજબ તૈયાર કરવાની ખબર પડે.
હાઇકોર્ટે આપેલી મંજૂરી બાદ સરકારે આપી ભરતી માટે લીલીઝંડી, ટૂંક સમયમાં આવી રહ્યો છે ભરતી મેળો
-રાજ્ય પોલીસ દળ વર્ગ-3 અને જેલ ખાતાના વર્ગ-3માં આ મુજબ થશે ભરતી
– PSI માટે સીધી ભરતીની પરીક્ષા નિયમોમાં ફેરફાર
– માત્રે બે તબક્કામાં જ લેવાશે
– દોડના ગુણ રહેશે નહીં
– શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ લેવાશે
– એમ.સી.ક્યુ. ટેસ્ટમાં ધરખમ ફેરફાર
– કોર્સના આધારે વધારાના ગુણ આપવામાં આવશે
- Advertisement -
આ મુજબ રહેશે પેપર, આ મુજબ રહેશે માર્ક્સ
પેપર 1 : જનરલ સ્ટડીઝ(એમ.સી.ક્યુ.) – પાર્ટ (અ)
પેપર 1 : જનરલ સ્ટડીઝ(એમ.સી.ક્યુ.) – પાર્ટ (ઇ)
પેપર 1 : GUJRATI ENGLISH LANGUAGEW SKILL DESCRIPTIVE (પાર્ટ-એ અને બી)
પોલીસ ડિપાર્ટમેન્ટમાં ખૂટતા મહેકમ અને નવી ભરતી અંગે ગૃહ વિભાગ દ્વારા હાઇકોર્ટમાં એક સોગંદનામુ રજૂ કરવામા આવ્યુ હતુ. હાઇકોર્ટે પોલીસ ભરતી અંગે તમામ પ્રકારની માહિતી આપવા સરકારને આદેશ કર્યો હતો. વર્ષ 2023ની સ્થિતિ મુજબ ભરતી અંગેનો આ આદેશ હતો.
હાઇકોર્ટે સરકારને પુછયુ હતુ કે, કેટલા પોલીસ કર્મચારીઓની ભરતી કરવાની તાતી આવશ્યકતા જણાય છે? જેની સામે સરકારે વર્ગ-2થી લઇને વર્ગ-3 સહિત અલગ અલગ કેટેગરીવાઇઝ ખાલી જગ્યાનો વિગતો હાઇકોર્ટને આપી હતી.
ગુજરાત સરકારે હાઇકોર્ટને જે માહિતી આપી છે તેમા જણાવ્યુ હતુ કે, ગત એપ્રિલ મહિનામાં સરકાર દ્વારા એફિડેવિટમાં સ્વીકાર કરાયો હતો કે, રાજ્ય પોલીસ વિભાગમાં 21.3 ટકા જગ્યા ખાલી છે. 27 હજારથી વધુ જગ્યા ખાલી હોવાનો રિપોર્ટ સરકારે હાઇકોર્ટને આપ્યો હતો.