અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન પર દબાણ બનાવવા માટે વધુ એક પગલું ઉઠાવ્યું છે. આ દેશ માટે તમામ યુએસ લશ્કરી સહાય પર રોક લગાવ્યા બાદ આ સાથે ગુપ્ત જાણકારી શેર કરવા પર પણ રોક લગાવી દીધી છે.
સીઆઈએના ડાયરેક્ટર જાન રેટક્લિફે બુધવારે જણાવ્યું કે ‘લશ્કરી સહાયની સાથે જ યુક્રેનની સાથે ગુપ્ત જાણકારી શેર કરવા પર પણ રોક લગાવી દેવાઈ છે. આ પગલું ટ્રમ્પ તંત્રના રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરાવ્યાના પ્રયત્ન હેઠળ કીવ પર દબાણ બનાવવા માટે ઉઠાવવામાં આવ્યું છે.’
- Advertisement -
યુક્રેન માટે ચેતવણી
અમેરિકાના આ પગલાથી યુક્રેનની સેનાની રશિયન દળોને નિશાન બનાવવાની ક્ષમતા ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે. રેટક્લિફે જણાવ્યું કે ‘ટ્રમ્પે ગુપ્ત જાણકારી શેર કરવા પર રોક લગાવવા માટે કહ્યું છે. તે બાદ થોડા સમય માટે યુક્રેનની સાથે ગુપ્ત જાણકારી શેર કરવા પર રોક લગાવી દેવાઈ છે.’ જ્યારે ટ્રમ્પ તંત્રના અધિકારીઓએ કહ્યું કે ‘આ યુક્રેન માટે ચેતવણી છે. જો તેણે ટ્રમ્પની શાંતિ યોજનામાં સહયોગ ન કર્યો તો ગંભીર પરિણામ ભોગવવા પડશે.’
યુક્રેનનો કાયદો ઝેલેન્સ્કીને પુતિન સાથે ચર્ચાથી રોકે છે- ક્રેમલિન
- Advertisement -
રશિયાના રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિને બુધવારે કહ્યું કે ‘યુક્રેને 2022માં એક કાયદો પસાર કર્યો હતો, જે આ દેશના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને પોતાના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિનની સાથે ચર્ચામાં સામેલ થવાથી રોકે છે.’
દરમિયાન સવાલ ઉઠે છે કે ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલુ યુદ્ધને ખતમ કરવા માટે સંભવિત ચર્ચામાં કોણ ભાગ લઈ શકે છે. ક્રેમલિનના પ્રવક્તા દમિત્રિ પેસ્કોવો કહ્યું કે ‘ઝેલેન્સ્કીના રશિયન પક્ષની સાથે ચર્ચામાં સામેલ થવા પર હજુ પણ કાયદેસર રોક છે.’