ફાયર સેફટી મુદ્દે બેદરકારીને લઈ આરાધના સિનેમાને સીલ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.28
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા આરાધના સિનેમા વેરાવળનું સિનેમા લાયસન્સ સસ્પેન્ડ અને સીલ કરવા આદેશ કરતા મામલતદાર સહિતની ટીમ દ્વારા સીંલીગની કાર્યવાહી હાથ ધરી હતી.
વેરાવળ ખાતે આવેલ આરાધના સિનેમામાં ફાયર સેફ્ટી બાબતેનાં નિયમોનું પાલન ન થતુ હોવાનું જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી. જાડેજાના ધ્યાને આવતા જાહેર જનતાની સુરક્ષાને ધ્યાને લઈ આરાધના સિનેમાનું લાયસન્સ ગુજરાત સિનેમા રૂલ્સ-2014ના નિયમ -136ની જોગવાઈની જોગવાઈ આધારે સસ્પેન્ડ કરી, મામલતદાર, વેરાવળ(શહેર)ને સિનેમા બિલ્ડિંગ, ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ મેઝર્સ (એમેન્ડમેન્ટ) રૂલ્સ -2021ના નિયમ -14(1) મુજબ થર્ડ શેડ્યુઅલમાં સમાવેશ થતો હોવાથી સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવા હુકમ કરતાં, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલના માર્ગદર્શન હેઠળ વેરાવળ સિટી મામલતદાર દ્વારા સદરહુ સિનેમા બિલ્ડિંગ સીઝ કરવામાં આવેલ છે.