કેરી-રાવણાના પાક પર ચિંતા
ગુજરાત – સૌરાષ્ટ્રમાં હવામાન પલ્ટો
- Advertisement -
રાજ્યના અમુક સ્થળે તા.17 સુધી કડાકા ભડાકા સાથે વરસાદ પડશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી બાદ રાજયનાં કેટલાંક ભાગોમાં ફરી હવામાન પલ્ટો આવ્યો છે અને અમુક સ્થળે માવઠા વરસ્યા છે.દરમ્યાન આજથી તા.17 સુધી સૌરાષ્ટ્ર-ગુજરાતનાં અનેક વિસ્તારોમાં તોફાની પવન અને ગાજવીજ સાથે માવઠુ વરસવાની આગાહી થતા ફરી ખેડુતો ચિંતાતુર બન્યા છે. હાલ વૈશાખ માસ એટલે ધોમધખતો તાપ પવન સાથે ભારે બફારો જોવા મળી રહ્યો છે. ઉનાળો સોળે કળાએ ખીલ્યો હોય તેમ ચોતરફ ત્રાહીમામ પોકાર ઉઠી રહ્યો છે ત્યારે આકાશમાં ત્રણેક દિવસથી વાદળો જોવા મળી રહ્યા છે. ત્યારે માવઠાની આગાહી કરવામાં આવતા કેરી, રાવણા, જાંબુ ઉનાળુ મગફળી, તલ, મગ સહિતના પાકો ખેતરમાંઉભા છે.
- Advertisement -
આ સમયે માવઠાની ડાંગ સાથે આવી પડતા ખેડુતો બગીચા ધારકો, ઇજારેદારોની ચિંતા વધી રહી છે. આજે તા. 13 મેથી 17 મે એટલે પ દિવસ સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે માવઠુ થઇ શકે છે. સાથે કરા, ભારે પવન કડાકા ભડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે પડશે તેવી આગાહી કરવામાં આવી છે. તલ, મગ, પાક ઉપર આવી ઉભડા-ઢગલા ખેતરોમાં પડયા પાક તૈયાર થઇને ખેતરમાં ઉભો છે. તૈયાર થયેલ પાકને સલામત સ્થળે લઇ જવાની તાકીદ કરવામાં આવી છે. દરમ્યાન જામનગરમાં સતત ત્રણ દિવસથી સ્થિર મહત્તમ તાપમાનમાં આશિક વધારો થયો હતો. પવનની ગતિમાં ‘ઘટાડાથી ગરમી અને બફારાથી લોકો અકળાઈ ગયા હતાં. વાતાવરણમાં ભેજનું પ્રમણ વધીને 82 ટકા રહ્યું હતું.
જામનગરમાં મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી રહેતા આકરા તાપનો અનુભવ લોકોએ કર્યો હતો. આજે તેમાં મહત્તમ તાપમાન આંશિક એક ડિગ્રી વધ્યું હતું. જો કે, પવનની ગતિમાં આંશિક ઘટાડો થયો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ 9.8 કિ.મી.ની રહેવા પામી હતી. મહતમ તાપમાન વધતા અને. પવનની ગતિ ઘટતા ગરમી અને બફારાથી લોકો અકળાઈ ગયા હતાં. જો કે,પવનથી સાંજથી વાતાવરણમાં ધીમે-ધીમે ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મળતા હાશકારો અનુભવ્યો હતો. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુતમ તાપમાન 26.ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82 ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાક 9.8 કિમિ નોંધાઇ હતી.ગરમી વચ્ચે શહેરના અમુક વિસ્તારોમાં વીજકાપથી લોકો પરેશાન થયા હતાં. દરમ્યાન ગઇકાલે પણ રાજકોટ સહિત રાજયમાં દિવસભર આકરો તાપ અનુભવાયો હતો.
રાજકોટમાં 41.5, સુરેન્દ્રનગરમાં 42, અમદાવાદમાં 41.7, અમરેલીમા 36.5, વડોદરામાં 40, ભાવનગરમાં 38.2, ભુજમાં 38.8, દાહોદમાં 40, ડિસામાં 40.8, ગાંધીનગરમાં 41 તથા વેરાવળ ખાતે 33.6 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું.