રશિયા – યુક્રેન વચ્ચેના યુધ્ધનો અંત લાવવાનો એજન્ડા?
પુતિન સાથે વાતચીત કરી લીધા બાદ હવે જેલેંસ્કીને મળશે : 23 ઓગષ્ટે યુક્રેન મુલાકાતની શકયતા
- Advertisement -
રશિયા-યુક્રેન યુધ્ધનો કોઇ અંત આવતો નથી ત્યારે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિશામાં પહેલ કરી હોય તેમ હવે રશિયા બાદ યુક્રેનના પ્રવાસે જશે અને રાજદ્વારી પ્રયાસોના આધારે યુધ્ધનો અંત લાવવાનો પ્રયત્ન કરે તેવા સંકેત છે.
રશિયા-યુક્રેન વચ્ચે યુધ્ધ શરૂ થયું ત્યારથી જ ભારત એવું સ્પષ્ટ માનતું હતું કે, માત્ર વાતચીત અને રાજદ્વારી પ્રયસોથી કોઇપણ સમસ્યાનો ઉકેલ આવી શકે છે. ભારત કોઇપણ શાંતિ પ્રયાસમાં સામેલ થવા તૈયાર હોવાનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યુ હતું. વડાપ્રધાન મોદી
રશિયાની મુલાકાતે ગયા હતા અને હવે આગામી 23 ઓગષ્ટે યુક્રેનના પ્રવાસે જાય તેવી શકયતા છે. એક મહિના પૂર્વે ઇટાલીમાં જી-7 શિખર બેઠકમાં વડાપ્રધાન મોદી અને યુક્રેનના વડા જેલેંસ્કી વચ્ચે મીટીંગ પણ થઇ હતી. જેલેંસ્કીએ મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું હતું.
- Advertisement -
વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે અગાઉ જ વાતચીત કરી લીધી હતી. હવે યુક્રેનના વડા સાથે બેઠક કરીને બંને દેશો વચ્ચેના યુધ્ધનો અંત લાવે તેવી શકયતાનો ઇન્કાર થઇ શકતો નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ અગાઉ જ મોદીને યુધ્ધની સમાપ્તિ માટે મધ્યસ્થી કરવાની અપીલ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ જ એવું સ્પષ્ટ કહ્યું હતું કે આજનો યુગ યુધ્ધનો નથી અને રશિયા તથા યુક્રેને યુધ્ધનો અંત લાવવો જોઇએ. દુનિયાના તમામ દેશોએ મોદીના આ વિધાનોને સમર્થન આપ્યું હતું.
ગત માર્ચમાં જેલેંસ્કી તથા મોદી વચ્ચે ટેલીફોનિક વાતચીત પણ થઇ હતી અને તેમાં પણ યુધ્ધનો અંત લાવવા રાજદ્વારી પ્રયત્નો કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું. મોદીએ શાંતિપૂર્ણ સમાધાનને સમર્થન આપવા સાથે પ્રયત્નો કરવાનો ભરોસો દર્શાવ્યો હતો.




