સાવલી બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદાર ખુલીને પાર્ટી સામે બોલતા કહ્યુ,પાર્ટીમાં કાર્યકર્તાઓનું માન સન્માન નથી જળવાતું
સાવલી બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદાર ખુલીને પાર્ટી સામે બોલ્યા છે. તેમનું કહેવું છે કે હું બીજેપીનો વફાદાર અને જૂનો કાર્યકર છું અને રહીશ.
પાર્ટીને જીતાડવા માટે હું હંમેશા મહેનત કરીશ. પરંતુ દરેક વ્યક્તિ માત્ર સત્તા માટે નથી હોતો. તેમણે બીજેપીના નેતૃત્વ પર સવાલ ઉઠાવતા પાર્ટીમાં જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે. ઘણીવાર ડાયરેક્ટ નિર્ણય લેવાઇ જાય છે. તેમણે કહ્યુ મારા મતક્ષેત્રમાંથી હું લોકસભાના ઉમેદવારને સૌથી વધુ લીડ અપાવીશ. તે માટે હુ તત્પર છુ અને રાત દિવસ મહેનત કરીશ. આ રાજીનામું મારા અંતરઆત્માનો અવાજ છે. જાહેર જીવનમાં આવ્યો ત્યારથી મે લોકોને માન સન્માન આપ્યું છે અને આપતો રહીશ. પરંતુ આપણા માન સન્માનના ભોગે કોઇપણ વસ્તુ મને વ્યાજબી લાગતી નથી.
- Advertisement -
કાર્યકર્તાઓનું માન સન્માન નથી જળવાતું
રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે મીડિયાને જણાવ્યુ હતું કે પાર્ટીમાં કાર્યકર્તાઓનું માન સન્માન નથી જળવાતું, દરેક વ્યક્તિ માત્ર સત્તા માટે રાજકારણમાં નથી આવતા, હું ભલે નિમિત બન્યો છું પરંતુ ભાજપમાં પ્રત્યેક કાર્યકર્તાઓનો આ અવાજ છે. વધુમાં તેમણે કહ્યુ હતુ કે હું પાર્ટીને બે હાથ જોડીને કહુ છુ કે પાર્ટી ભલે મોટી કરો પરંતુ જુના કાર્યકર્તાઓની અવગણના ના કરવી જોઇએ.
ભાજપના પ્રત્યેક કાર્યકરનો આ અવાજ
- Advertisement -
ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કેતન ઈનામદારે કહ્યુ કે ભાજપમાં જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં કચાશ રહી ગઈ છે. મેં બધી જગ્યાએ રજૂઆત કરી છે. પરંતુ પાર્ટીને સત્તા માટે જ રાજકારણમાં લોકો આવતા હોય તેવો ભ્રમ છે. મારા માટે માન સન્માન અને આત્મસન્માનથી મોટી કોઈ વસ્તુ નથી. આ અવાજ માત્ર કેતન ઈનામદારનો નથી.
ભાજપના પ્રત્યેક કાર્યકરનો આ અવાજ છે, હુ તો માત્ર નિમિત બન્યો છુ પરંતુ સત્ય એ છે કે પાર્ટીમાં જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવે છે જે ના થવી જોઇએ. હું આજે ભાજપનો કાર્યકર્તા છું. ધારાસભ્ય પદેથી આ રાજીનામુ મારા અંતરઆત્માનો અવાજ છે. માન સન્માનના ભોગે કોઈ વસ્તુ વ્યાજબી નથી.
કોણ છે કેતન ઇનામદાર
બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર અંગે બાંયો ચઢાવી હતી
સી આર પાટીલે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો
વિસ્તારમાં ‘સરકાર’ નામથી પ્રખ્યાત
2010માં જિલ્લા પંચાયતની ધનતેજ સીટ પરથી અપક્ષ જીત્યા હતા
વિધાનસભામાં ભાજપે 2012માં ટીકીટ ના આપતા અપક્ષ ચૂંટણી લડ્યા
સાવલી બેઠક પરથી 2012માં અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા
ત્યાર બાદ 2017 અને 2022ની ચૂંટણી ભાજપમાંથી લડ્યા અને જીત્યા