શહેર ભાજપમાં નવા 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ, 8 મંત્રી, 1 કાર્યાલય મંત્રી, અને 1 કોષાધ્યક્ષની નિમણુંક કરાઈ
શહેર ભાજપના નવા મહામંત્રી તરીકે અશ્ર્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા અને માધવ દવેની પસંદગી
- Advertisement -
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખને બદલાવ્યાં બાદ રાજકોટ શહેર અને જિલ્લા ભાજપનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા ભાજપના હોદેદારોની નિમણુંક બાદ શહેર ભાજપના નવા હોદેદારોની યાદી જાહેર કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી દ્વારા જાહેર કરવામાં આવેલ હોદેદારોની યાદીમાં 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ, 8 મંત્રી, 1 કાર્યાલય મંત્રી, અને 1 કોષાધ્યક્ષની નિમણુંક કરવામાં આવી છે જેમાં રાજકોટ શહેર ભાજપના નવા મહામંત્રી તરીકે વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિન મોલીયા, અને માધવ દવેની નિમણુંક કરવામાં આવી છે તો આ સાથે વર્ષ 2017માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કાશ્મીરાબેન નથવાણીને પણ શહેર ભાજપના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી દરેક સમાજને આવરી લઇ નવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે.
નવા માળખામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, પટેલ, જૈન, આહીર, પ્રજાપતિ, લોહાણા, ભરવાડ અને અનુસૂચિત જાતીમાંથી પસંદગી કરવામાં આવી છે.
- Advertisement -
ભાજપના નવા હોદ્દેદારોની યાદી
શહેર ભાજપ પ્રમુખ – મુકેશ દોશી મહામંત્રી – અશ્વિન મોલીયા મહામંત્રી – વિરેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી – માધવ દવે ઉપપ્રમુખ – કાશ્મીરાબેન નથવાણી ઉપપ્રમુખ – ડો. ચેતન લાલસેતા ઉપપ્રમુખ – મહેશ રાઠોડ ઉપપ્રમુખ – રાજદીપસિંહ જાડેજા ઉપપ્રમુખ – પરિમલ પરડવા ઉપપ્રમુખ – રમેશ પરમાર ઉપપ્રમુખ – હિતેષ ઢોલરીયા ઉપપ્રમુખ – પૂજા પટેલ મંત્રી – વિજય પાડલીયા મંત્રી – હરેશ કાનાણી મંત્રી – વિજય ટોળીયા મંત્રી – ભરત શીંગાળા મંત્રી – નયનાબેન સોલંકી મંત્રી – ઇલાબેન પડીયા મંત્રી – ભગવતી ઘરોડિયા મંત્રી – શિલ્પાબેન જાવિયા કાર્યાલય મંત્રી – હરેશ જોશી કોષાધ્યક્ષ – મયુર શાહ