વધતા ભાવોને રોકવા પગલુ: રીટેલરો માટે 10 ટન: આયાત જકાત ઘટાડવા પણ તૈયારી
ખાદ્યચીજોના ભાવોને કાબુમાં લેવા માટે કઠોળ-દાળ બાદ હવે ઘઉંમાં સ્ટોક મર્યાદા લાગુ કરવામાં આવી છે. ઉપરાંત આયાત જકાતમાં ઘટાડો કરવાની પણ વિચારણા શરૂ કરવામાં આવી છે.
- Advertisement -
કેન્દ્રના અન્ન સચિવ સંજીવ ચોપ્રાએ કહ્યું કે ઘઉંમાં રીટેઈલ તથા ફલોરમીલો પર સ્ટોક મર્યાદા લાગુ કરવામાં આવી છે. ઘઉંમાં અછતની સ્થિતિની વાત નકારતા તેઓએ કહ્યું કે ઘઉંમાં હોલસેલરો માટે 3000 ટનની મર્યાદા છે.
મોટી રીટેલર ચેઈન માટે દરેક આઉટલેટ દીઠ 80 ટનની સ્ટોક લીમીટ રહેશે. છુટક વેપારીઓ માટે પણ 10 ટનની સ્ટોક મર્યાદા રહેશે. સંગ્રહાખોરી રોકવા તથા ભાગોને કાબુમાં લેવા આ કદમ ઉઠાવવામાં આવ્યું છે. તેઓએ કહ્યું કે ઘઉંની આયાતને પ્રોત્સાહન આપવા આયાત જકાત ઘટાડવા કે નાબૂદ કરવાની પણ વિચારણા છે. એક એપ્રિલની સ્થિતિએ 82 લાખ ટનનો સ્ટોક હતો.