કોંગ્રેસ, NSUI A અને ABVPએ કર્યો હતો ફી વધારાનો વિરોધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અગાઉ પીએચ.ડીની રજિસ્ટ્રેશન ફી રૂ.500થી વધારીને રૂ.1500 કરતા ભારે વિરોધ થયો હતો. એક સપ્તાહ દરમિયાન કોંગ્રેસના આગેવાનો, વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ અને એબીવીપીએ વિરોધ પ્રદર્શન કરતા યુનિવર્સિટીએ સોમવારે બપોરે ફી ઘટાડાનો નિર્ણય કરવો પડ્યો હતો. હવે પીએચ.ડીના વિદ્યાર્થીઓએ રૂ.800 રજિસ્ટ્રેશન ફી ભરવી પડશે.સોમવારે સવારે પણ એબીવીપીના કાર્યકર્તાઓએ યુનિવર્સિટીમાં કુલપતિની ચેમ્બરમાં રજૂઆત કર્યા બાદ સૂત્રોચ્ચાર અને ધૂન બોલાવી વિરોધ કર્યો હતો. વિરોધ બાદ હવે યુનિવર્સિટીએ પીએચ.ડીની રજિસ્ટ્રેશન ફી રૂ.1500માંથી ઘટાડીને રૂ.800 કરી દીધી છે. જે વિદ્યાર્થીઓએ અગાઉ રજિસ્ટ્રેશન ફી રૂ.1500 ભરી દીધી છે તેમને બાકીની રકમ રિફંડ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઙવ.ઉ. રજિસ્ટ્રેશન ફીમાં 300 ટકાનો વધારો કરી નાખવામાં આવ્યો હતો એટલે કે ગત વર્ષે જે વિષયોમાં Ph.D.પ્રવેશ પરીક્ષા લેવામાં આવી તેમાં ફી રૂ.500 હતી તો આ વર્ષે 26 વિષયો કે જેમાં ઙવ.ઉ. પ્રવેશ પરીક્ષા લેવામાં આવી નથી તેમાં રૂ.1500 લેવાનું તો જે 3 વિષયોમાં જ્યાં પરીક્ષા લેવામાં આવશે તેમાં ફી રૂ.2000 કરી હતી.