આધુનિક ટેક્નોલોજી અને શસ્ત્રો પર ફોકસ, સંસદના શિયાળુ સત્રમાં મળી શકે છે મંજૂરી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર પછી કેન્દ્ર સરકાર સંરક્ષણ બજેટમાં 50,000 કરોડ રૂપિયાનો વધારો કરી શકે છે. સંરક્ષણ મંત્રાલયે સરકાર સમક્ષ ફંડમાં વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેને નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન સંસદના શિયાળુ સત્રમાં મંજૂરી મળવાની શક્યતા છે. સરકારી સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલોમાં આ માહિતી આપવામાં આવી છે. આ ભંડોળમાંથી નવાં શસ્ત્રો, દારૂગોળો અને ટેક્નોલોજી ખરીદવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત સેનાની અન્ય જરૂરિયાતો, સંશોધન અને વિકાસ પર પણ પૈસા ખર્ચવામાં આવશે. આ વધારા પછી સંરક્ષણ મંત્રાલયનું કુલ બજેટ 7 લાખ કરોડ રૂપિયાને વટાવી જશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા 2025-26ના બજેટમાં સશસ્ત્ર દળો માટે 6.81 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ જોગવાઈ કરી હતી.
આ વર્ષે સંરક્ષણ બજેટ ગયા વર્ષ કરતાં લગભગ 9.5% વધુ છે. કેન્દ્રએ 2024-25માં સશસ્ત્ર દળો માટે 6.22 લાખ કરોડ રૂપિયા આપ્યા હતા. પીએમ મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના 2014-15ના પહેલા બજેટમાં સંરક્ષણ મંત્રાલયને 2.29 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. ભારતે સરહદ પાર કર્યા વિના પાકિસ્તાનમાં 9 આતંકવાદી કેમ્પોનો નાશ કર્યો જમ્મુ-કાશ્ર્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે. આ દરમિયાન સંરક્ષણ બજેટમાં વધારા અંગે સંરક્ષણ મંત્રાલયના પ્રસ્તાવને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (ઙજ્ઞઊં) પર હુમલો કર્યો. આ સમયગાળા દરમિયાન ભારતે તેની અદ્યતન હવાઈ સંરક્ષણ પ્રણાલીની મદદથી સરહદ પાર કર્યા વિના પાકિસ્તાનની અંદર નવ આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો. પાકિસ્તાને પણ જવાબી કાર્યવાહીમાં હુમલો કર્યો, પરંતુ ભારતની બહુસ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલીએ લગભગ દરેક પાકિસ્તાની મિસાઇલ અને ડ્રોનને નિષ્ક્રિય કરી દીધાં હતાં. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન રશિયાની જ-400, બરાક-8 મધ્યમ શ્રેણીની જઅખ સિસ્ટમ અને સ્વદેશી આકાશ તીર સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત પેકોરા, ઓએસએ-એકે અને એલએલએડી ગન (લો-લેવલ એર ડિફેન્સ ગન) દ્વારા પાકિસ્તાનના મિસાઇલ અને ડ્રોન હુમલાઓને પણ નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.
લશ્કરી બજેટનો 75% ભાગ પગાર અને પેન્શન પર ખર્ચાય છે
- Advertisement -
હાલમાં ભારતનું સંરક્ષણ બજેટ ૠઉઙના 1.9% છે. ભારત તેના સંરક્ષણ બજેટનો 75% ભાગ તેની 1.4 મિલિયનની મજબૂત સેનાના પગાર અને પેન્શન પર ખર્ચ કરે છે, જ્યારે ફક્ત 25% ભાગ લશ્કરી આધુનિકીકરણ માટે બાકી રહે છે.
વાયુસેના પાસે 234 વિમાનની અછત
ભારતીય વાયુસેનાને 42 સ્ક્વોડ્રન વિમાનોની જરૂર છે. એના બદલે વાયુસેના પાસે ફક્ત 31 સ્ક્વોડ્રન છે. આમાં પણ સક્રિય સ્ક્વોડ્રનની સંખ્યા માત્ર 29 છે. મિગ 29 બાઇસનના બે સ્ક્વોડ્રન આ વર્ષે નિવૃત્ત થશે. એક સ્ક્વોડ્રનમાં 18 વિમાન હોય છે. આ મુજબ વાયુસેના 234 વિમાનોની ભારે અછતનો સામનો કરી રહી છે.