હાલમાં આ દિગ્ગજ કંપની સૌપ્રથમ એવા લોકોની ઓળખ કરી રહી છે જેઓ અંડરપર્ફોર્મર છે અથવા જેઓ અપેક્ષા કરતા ઓછું પ્રદર્શન કરી રહ્યા છે
મેટા અને એમેઝોન જેવી ટેક કંપનીઓ દ્વારા છટણી કર્યા બાદ હવે ગૂગલ પણ તેના કર્મચારીઓમાં કાપ મૂકવાની તૈયારી કરી રહ્યું છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ટૂંક સમયમાં ટેક જાયન્ટ્સ દ્વારા સ્ટાફમાં કાપ વચ્ચે આ માર્ગને અનુસરી શકે છે. એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે.
- Advertisement -
એક રિપોર્ટ અનુસાર ગૂગલ તેના લગભગ 6 ટકા કર્મચારીઓ અથવા 10,000 લોકોની છટણી કરી શકે છે. કંપની સૌપ્રથમ એવા લોકોની ઓળખ કરી રહી છે જેઓ અંડરપર્ફોર્મર છે અથવા જેઓ અપેક્ષા કરતા ઓછું પ્રદર્શન કરી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કાપનું કારણ કંપનીની કથળતી વૈશ્વિક નાણાકીય સ્થિતિ છે.
શું છે ગૂગલની યોજના ?
ટીમ મેનેજરોને ‘રેન્કિંગ અને પર્ફોર્મન્સ ઇમ્પ્રૂવમેન્ટ પ્લાન’ હેઠળ કર્મચારીઓનું મૂલ્યાંકન કરવા માટે કહેવામાં આવ્યું છે. ટેક-ઓફ 2023ની શરૂઆતમાં શરૂ થઈ શકે છે. આના આધારે એવું કહી શકાય કે છટણી માત્ર થોડા અઠવાડિયા દૂર છે. તમને જણાવી દઈએ કે છેલ્લી કામગીરીની સમીક્ષામાં લગભગ બે ટકા કર્મચારીઓને રેડ લિસ્ટમાં રાખવામાં આવ્યા હતા.
- Advertisement -
શું પહેલા જ આ અંગે મળ્યા હતા સંકેત ?
ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ સુંદર પિચાઈએ થોડા મહિના પહેલા આનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, Google એક કંપની તરીકે માને છે કે જ્યારે તમારી પાસે પહેલા કરતા ઓછા સંસાધનો હોય છે, ત્યારે તમારે કામ પૂર્ણ કરવા માટે યોગ્ય વસ્તુઓને પ્રાથમિકતા આપવી જોઈએ. આવી સ્થિતિમાં તમારા કર્મચારીઓ ખરેખર ઉત્પાદક છે કે કેમ તે જોવાનું રહેશે.
તાજેતરમાં કેટલીક વૈશ્વિક ટેક કંપનીઓ Amazon, Twitter અને Meta એ હજારો કર્મચારીઓની છટણી કરી છે. ટ્વિટરના વડા એલન મસ્કે માઇક્રો-બ્લોગિંગ સાઇટનો કબજો સંભાળ્યા પછી ટ્વિટરના 7,500 કર્મચારીઓને લગભગ અડધાથી ઘટાડવાનો નિર્ણય લીધો હતો. માઇક્રોસોફ્ટે નોકરીમાં કાપ પણ લાગુ કર્યો છે.