જંગલોમાં સારા વરસાદ બાદ વન્ય જીવો શહેર તરફ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે જંગલ છોડી વન્ય જીવો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યાના અનેક બનાવો સામે આવ્યા છે ગઈકાલ વેહલી સવારે પ્લાસવા ગામના પાટીયા પાસે સિંહ પરિવાર આવી ચડ્યો હતો થોડા દિવસો અગાઉ કામદાર સોસાયટીમાં બે સિંહો આવી ચડ્યા હતા તેમજ દામોદર કુંડમાં પણ બે મગર ચડી આવતા વન વિભાગે રેસ્ક્યુ કરીને સલામત સ્થેળ ખસેડવામાં આવ્યા હતા.
વન્ય પ્રાણીઓ ભારે વરસાદ પડતાની સાથે જંગલ છોડી શહેર અને જંગલ બોર્ડરના ગ્રામ્ય વિસ્તારોમાં આવી ચડવાના બનાવો વધ્યા છે.આજે શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મેહતા સરોવરમાં એક મગર આવી ચડી છે.અંદાજે 5 થી 6 ફૂટ ની મગર સરોવરના ઓરવાફલો પાસેના પાણીમાં મગર જોવા મળતા સ્થાનિક લોકોના મગરને જોવા ટોળા મળ્યા હતા જયારે મગર સરોવરના ઓવરફ્લો પાણીમાં મગર આરામ કરતી જોવા મળી હતી બીજી તરફ સરોવરની કામગીરી હજુ ચાલુ છે.એવામાં સરોવરમાં મગર જોવા મળતા સરોવરમાં કામ કરતા લોકોમાં ભય જોવા મળ્યો હતો.