બેંગ્લોરનો વિજય રથ રોકીને હૈદરાબાદે 42 રને શાનદાર જીત મેળવી
ઈશાન કિશન (94)ની અણનમ ઇનિંગની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 42 રને હરાવ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24
શુક્રવારે ઈશાન કિશન (94) ની અણનમ ઇનિંગની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 42 રને હરાવ્યું. આ હૈદરાબાદનો સતત બીજો અને એકંદરે પાંચમો વિજય છે.જ્યારે બેંગલુરુને સતત ચાર જીત બાદ આ હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, તેની છેલ્લી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આ હાર સાથે, બેંગલુરુ બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને સરકી ગયું.11 મેચ અને સિઝનની પહેલી મેચમાં સદી ફટકાર્યાના એક મહિના પછી, ઇશાને પચાસથી વધુનો સ્કોર કર્યો. પડતી વિકેટો વચ્ચે, કિશન માત્ર એક છેડે મજબૂત રહ્યો તો રહ્યો જ સાથે રન રેટ પણ જાળવી રાખ્યો. તેણે ક્લાસેન (24) સાથે ત્રીજી વિકેટ માટે 48 અને અનિકેત (26) સાથે ચોથી વિકેટ માટે 43 રન જોડ્યા.તેણે આખરે સુકાની કમિન્સ (13) સાથે સાતમી વિકેટ માટે અણનમ 43 રનની ભાગીદારી નોંધાવી. આ સાથે હૈદરાબાદે છ વિકેટે 231 રન બનાવ્યા. જવાબમાં બેંગલુરુની ટીમ 19.5 ઓવરમાં 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.સોલ્ટ (62) અને કોહલી (43) એ ફક્ત 42 બોલમાં 80 રનની ઓપનિંગ ભાગીદારી સાથે બેંગલુરુને ઉજ્જવળ શરૂઆત અપાવી. હર્ષ દુબેએ કોહલીને અભિષેકના હાથે કેચ કરાવીને આ ભાગીદારીનો અંત લાવ્યો. સોલ્ટે તેની આક્રમક રમત ચાલુ રાખી. તેણે મયંક (11) સાથે 40 રન પણ ઉમેર્યા. બંનેએ ચાર બોલમાં જ પોતાની વિકેટ ગુમાવી દીધી.પાટીદાર (18) અને જીતેશે (24) ચોથી વિકેટ માટે 44 રન ઉમેરીને કેટલીક આશાઓ જગાવી. આ ભાગીદારી તૂટતાની સાથે જ ટીમે છેલ્લી સાત વિકેટ 16 રનની અંદર ગુમાવી દીધી. હૈદરાબાદ તરફથી કમિન્સે ત્રણ અને ઇશાન મલિંગાએ બે વિકેટ લીધી. આ પહેલા, હૈદરાબાદે પ્રથમ 12 ઓવરમાં ઝડપી 147 રન બનાવ્યા હતા.તેની આગામી પાંચ ઓવરમાં, બેંગલુરુના બોલરોએ ફક્ત 41 રન આપ્યા. છેલ્લી ત્રણ ઓવરમાં, હૈદરાબાદે ફરીથી બાજી મારી અને 43 રન બનાવ્યા. હૈદરાબાદની શરૂઆત શાનદાર રહી, જેમાં ઓપનર અભિષેક (34) અને ટ્રેવિસ હેડ (17) એ માત્ર 24 બોલમાં 54 રન બનાવી શાનદાર શરૂઆત કરી.