ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ એસપી હર્ષદ મેહતાની સૂચના અનુસાર જિલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા સૂચના આપતા જૂનાગઢ પેરોલ ફર્લો સ્કવોડના પીઆઇ જે.જે.પટેલ અને પીએસઆઇ વાઈ.પી.હડીયા તથા ઉમેશચાંદ્ર એમ.વેગડા સહીત પોલીસ સ્ટાફને મળેલી હકીકતના આધારે રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ભરણ પોષણના ગુનાહમા સજા ભોગવતો કેદી દિપક નાગાભાઇ ભરડા રહે.ખીરસરા ગામના શખ્સ રાજકોટ મધ્યસ્થ જેલ માથી પેરોલ રજા મેળવી ફરાર થઇ જતા પોલીસે ખીરસરા ગામે તેના રહેણાંક માકને છુપાયો હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી પાડયો હતો અને ધોરણસર કાર્યવાહી કરીને રાજકોટ જેલ હવાલે કરવામાં આવેલ.