કમ્પાઉન્ડર તેના મિત્ર સાથે પગારના રૂપિયા લેવા જતા તબીબ, તેના પત્ની અને પુત્રે માર માર્યોે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
ધ્રાંગધ્રા શહેરના પ્રતિષ્ઠિત તબીબ ડો.શંકર દત્તના પત્ની દ્વારા પોતાના જ કલીનિકના કમ્પાઉન્ડર સામે આબરૂ લેવા અને શારીરિક અડપલા કરવા અંગેની ફરિયાદ સિટી પોલીસ મથકે નોંધાવ્યા બાદ હવે કમ્પાઉન્ડરના મિત્રે તબીબ તેઓના પત્ની અને પુત્ર વિરૂદ્ધ પણ માર મારવાનો ગુન્હો નોંધાવ્યો છે જેમાં કમ્પાઉન્ડર તાહિર મિત્ર મોહસીનખાન રુસ્તમખાન પઠાણ દ્વારા પોતાના મિત્ર તાહિરને ડો.શંકર દત્તના કલીનુકમાં કામ કરતો હોવાથી પગારના રૂપિયા બાકી હોય જેથી તે લેવા માટે જવાનું હોવાથી બંને મિત્રો ક્લિનિક પર જતા કલીનીકના ઉપર મકાન પર જઇને તબીબને બહાર બોલાવવા માટે કલેતા તબીબના પત્નીએ બંને મિત્રોને ઘરની અંદર આવવાનું કહ્યું હતું પરંતુ બંને મિત્રો અંદર નહિ જતા તબીબની પુત્ર બ્રમ્હા બહાર આવી જેમ તેમ ગાળો બોલી બાદમાં તબીબના પત્ની અર્પણાબેન અને તબીબ ડો.શંકર દત્તા ત્યાં આવી લાકડીના ધોકા વડે બંને મિત્રોને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બંને મિત્રો ત્યાંથી ચાલ્યા ગયા હતા જે અંગે કમ્પાઉન્ડરના મિત્ર દ્વારા તબીબ શંકા દત્તા, પત્ની અર્પણાબેન તથા પુત્ર બ્રહ્મા વિરૂદ્ધ સિટી પોલીસ સ્ટેશને ગુન્હો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



