થાનગઢના એજન્ટ વિરુઘ્ધ 25 લોકો સાથે વિશ્ર્વાસઘાત કરી નાણા ખંખેર્યાની ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
ચોટીલા ખાતે ચામુંડા ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા લોભામણી જાહેરાતો થકી અનેક લોકોના કરોડો રૂપિયા ખંખેરી લીધા હોવાનો મંડળીના પ્રમુખ સહિત કુલ 11 શખ્સો વિરુદ્ધ નોંધાયો છે ત્યારે આ કૌભાંડ બી ઝેડ ગ્રુપની માફક સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રસરેલું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે ચોટીલામાં કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યા બાદ હવે થાનગઢ ખાતે પણ લાખો રૂપિયાનું ફુલેકું હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે જેમાં મંડળીના પ્રમુખ સહિત એજન્ટ અને સંચાલકો વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.
- Advertisement -
જાણવા મળતી વિગતો અનુસાર ચોટીલા ખાતે ચામુંડા ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડના નામે મંડળી ઉભી કરી અગિયાર સભ્યો દ્વારા લોકોને લોભામણી જાહેરાતો થકી દબાણ રૂપિયા આપવાની સ્કીમ દર્શાવી લોકોના 1.80 કરોડનું ફુલેકું ફેરવ્યું હતું આ સ્કીમમાં 146 ઇન્વેસ્ટરોને પોતાના રૂપિયા ગુમાવવાનો વાળો આવ્યો હતો જેથી ચોટીલા પોલીસ મથકે મંડળીના પ્રમુખ સહિત કુલ 11 સભ્યો વિરુધ ગુન્હો નોંધાયો હતો આ તરફ થાનગઢમાં પણ આ મંડળીના સભ્યોએ એજન્ટ મારફતે કળા કરી હોવાનું સામે આવતું છે જેમાં લગભગ 25 જેટલા ઇન્વેસ્ટર્સના 16.45 લાખ રૂપિયા ઓળવી ગયા હોવાનું સામે આવ્યું છે આ તમામ ભોગ બનનાર લોકોએ ચામુંડા ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડના પ્રમુખ અરજણભાઈ બિજલભાઈ ખાંભલા, થાનગઢના એજન્ટ ધર્મેન્દ્ર અનિલભાઈ પ્રજાપતિ તથા મંડળીના સંચાલકો સામે ગુન્હો નોંધાવતા સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ ચામુંડા ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીના સંચાલકો દ્વારા જિલ્લાના અનેક તાલુકામાં આ પ્રકારે એજન્ટ મારફતે રૂપિયા ઉઘરાવતા હતા તેવામાં હાલ તો ચોટીલા અને થાનગઢ ખાતે જ બે કરોડ આસપાસનું કૌભાંડ સામે આવ્યું છે તેવામાં હજુય જિલ્લાના અનેક તાલુકામાં આ પ્રકારે રૂપિયા ખંખેરવાનું કાંડ બહાર આવે તો રૂપિયાનો આંકડો વધુ શકે તેમ છે.