કોર્પોરેટર તરીકે યથાવત્ રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
ગત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટની હાઈ પ્રોફાઈલ બેઠક રાજકોટ પશ્ચિમ પરથી ભાજપમાંથી ડો.દર્શિતા શાહ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકોટ મ્યુનિ.માં ભાજપમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. બાદમાં તેઓને ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા હતા. જોકે હવે ધારાસભ્ય બનતા તેઓએ આજે ડેપ્યુટી મેયર તરીકેના પદ પરથી મેયર ડો.પ્રદીપ ડવને રાજીનામું આપ્યું છે. હાલ તેઓ કોર્પોરેટર તરીકે યથાવત રહેશે.