સુરતની કોર્ટમાં રજૂ થતાં પહેલા રાહુલ ગાંધીએ એક ટ્વિટ કર્યું, અસ્તિત્વનું આખું રહસ્ય એજ છે કે કોઈ ડરશો નહીં.
ખાસ-ખબર સંવાદદાતા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત કોર્ટમાં માનહાનિના કેસમાં હાજરી આપવા માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ત્યારબાદ એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓએ સ્વાગત કર્યું હતું. ભાજપના પૂર્વ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ બધા મોદી ચોર હોય છે આ નિવેદન પર સુરત કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસની તારીખ હોવાથી કોર્ટમાં હાજર થવા માટે રાહુલ સુરત આવ્યા હતા, કોર્ટમાં અંદાજે એક કલાક હાજરી આપ્યા બાદ સીધા જ એરપોર્ટ જવા રવાના થયા છે. રાહુલ ગાંધી માટે સુરતમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોર્ટમાં રાહુલ ગાંધીનું વધારાનું સ્ટેટમેન્ટ લેવાયુ હતું. સુરતની કોર્ટમાં રજૂ થતાં પહેલા રાહુલ ગાંધીએ એક ટ્વિટ કર્યું છે, જેમાં રાહુલ ગાંધીએ લખ્યું છે કે, અસ્તિત્વનું આખું રહસ્ય એજ છે કે કોઈ ડરશો નહીં.


