શાહનામા
– નરેશ શાહ
અગ2 (હિન્દી) સાહિત્ય કે અમિતાભ બચ્ચન નામવ2 સિંહ હૈ તો હમા2ે જમાને કે ખલનાયક 2ાજેન્દ્ર યાદવ ધર્મેન્દ્ર સે કોઈ કમ નહીં. ખબ2ોંમેં 2હેને કે મામલે મેં ઉન કો હમ સલમાન ખાન કહ સક્તે હૈ, જો અચ્છી બુ2ી ક્સિી ભી ત2હ કી ખબ2 મેં છાએં 2હેના ચાહતે હૈ. ક2ીના કપૂ2 કે સાઈઝ ઝિ2ો સે મતલાવે હોલને વાલે, લડક્યિોં કે પ્રતિ ઉનકી દિવાનગી તબ ભી કમ નહીં હો 2હી, જબ હથિયા2 ભોથ2ે (નકામા) હો ચલે હૈં સ્તબ્ધ ક2ી દેતું આ લખાણ હિન્દી ભાષા લેખિકા મનીષાનું છે અને જેમના વિષે એ કહેવાયું છે તે હિન્દી ભાષાના અવ્વલ સાહિત્યકા2 2ાજેન્દ્ર યાદવ અલબત, હવે આપણી વચ્ચે (28મી ઓકટોબ2, 2013) નથી પ2ંતુ આ લખાણ લખાયું અને પ્રસિદ્ધ થયું ત્યા2ે 2ાજેન્દ્ર યાદવ જીવીત હતા અને તેમની સંમતિથી તેને પ્રગટ ક2વામાં આવ્યું હતું. મનીષાએ 2ાજેન્દ્ર યાદવ વિષે લખેલાં એ લેખનું શિર્ષક જૂઓ : મર્દાના કમજો2ી ઔ2 જનાના 2ોગોં કે વિશેષજ્ઞ.
આગ્રામાં જન્મેલાં અને પંચ્યાસી વ2સની ઉંમ2ે ગુજ2ી ગયેલાં 2ાજેન્દ્ર યાદવે લખેલી સૌથી પહેલી જ નોવેલ ઉપ2થી બાસુ ચેટ2જીએ સા2ા આકાશ નામની ફિલ્મ બનાવેલી તો તેમના ઓફિશ્યિલ પત્ની અને વાર્તાકા2 મન્નુ ભંડા2ીની ત્રણ નવલકથા પ2થી 2જનીગંધા(યહીં સચ હૈ), સ્વામી (સ્વામી) અને સમય કી ધા2ા (આપ કા બન્ટી) જેવી ફિલ્મો બની હતી, આ તેમની લોકપ્રિય ઓળખ઼ હિન્દી સાહિત્યમાં પણ બન્નેનું મોટું નામ અને કામ઼ મુંશી પ્રેમચંદે 1930માં શરૂ ક2ેલું હંસ નામનું સાહિત્ય સામયિક 19પ3માં બંધ પડી ગયું હતુંપણ ક્યા2ેય નોક2ી કે નિશ્ર્ચિંત આવક માટે કામ ન ક2ના2ા 2ાજેન્દ્ર યાદવજીએ 1986 માં હંસનું પ્રકાશન ફ2ી શરૂ ર્ક્યું અને દશકાઓ પછી પણ તેનું પ્રકાશન થઈ 2હ્યું છે. સ્થળસંકોચને કા2ણે આપણે યાદવજી અને મન્નુબહેનના સાહિત્યિક યોગદાન, સન્માન કે સામાજીક નિસ્બતની ડિટેઈલને સ્કીપ ક2ીએ છીએ પણ એટલું કહેવું જરૂ2ી છે કે 2ાજેન્દ્ર યાદવ કાયમ પોતાની મ2જી મુજબ જ જીવ્યાં અને સતત ચર્ચાસ્પદ 2હ્યાં. પ્રથમ પ્રિય પાત્ર મીતાએ લગ્નની ના પાડયા પછી 2ાજેન્દ્ર યાદવે મન્નુ ભંડા2ી સાથે પ2ણ્યાં. દીક2ી 2ચનાના પિતા બન્યાં અને ફ2ી પાછા મીતાની જ શ2ણે ગયા. પત્ની મન્નુ ભંડા2ીથી છેડો ફાડીને 2હ્યાં. અનેક સ્ત્રી પાત્રો સાથે તેમને ઘનિષ્ઠતા હતી અને આ બધી બાબતો વિષે પણ 2ાજેન્દ્ર યાદવ તેમના સંસ્મ2ણોમાં લખી ગયા છે. સાહિત્ય, સ્ત્રી, શ2ાબ, સંગોષ્ઠી અને સતત ચર્ચાસ્પદ 2હે તેવા લખાણ (પથા2ીમાં સ્ત્રીનું નીચે હોવું એ જ સ્ત્રીઓને સેક્ધડ દર્જામાં પહોંચાડે છે ) અને લાઈફ સ્ટાઈલથી હિન્દી સાહિત્યમાં 2ાજેન્દ્ર યાદવ યાદગા2 નહીં, અમ2 2હેવાના છે. લેખના આ2ંભે જેમને ટાંક્યા છે એ મનીષાના મતે તો, (બચપણમાં થયેલાં અકસ્માતને કા2ણે રાજેન્દ્ર યાદવને એક પગમાં કાયમી ખોડ આવી ગઈ હતી ) પોતાનામાં 2હેલી અધૂ2પની લઘુતાગ્રંથિએ જ રાજેન્દ્ર યાદવને હિન્દી સાહિત્યના ઓસામા બીન લાદેન બનાવી દીધા હતા.
- Advertisement -
સાહિત્ય ઉપ2ાંત શ2ાબ અને સ્ત્રીઓની બાબતમાં કાયમ ચર્ચાસ્પદ 2હેલાં રાજેન્દ્ર યાદવના જીવતે જીવ એક પુસ્તક પ્રગટ થયું હતું કે જેમાં ત્રેવીસ (પત્નિ અને પુત્રી સહિત) લેખિકાઓએ તેમના વિષે એટલું જ બેધડક બનીને લખ્યું તેમજ પૂછયું(ઈન્ટ2વ્યુ) જેટલું બિન્દાસ રાજેન્દ્ર યાદવ જીવ્યાં હતા. હિન્દી ભાષામાં જેમના નામ આદ2થી લેવામાં આવે છે એ (પત્ની) મન્નુ ભંડા2ી, નિર્મલા જૈન, મૈત્રેયી પુષ્પા, પ્રભા ખેતાન, મમતા કાલિયા, મૃદુલા ગર્ગ, લતા શર્મા જેવી લેખિકા, સંપાદિકા અને ચિત્રા મુદગલ, જયંતિ 2ંગનાથન, ઉષા મહાજન ,અસીમા ભટ્ટ, પુષ્પા સક્સેનાએ લીધેલાં રાજેન્દ્ર યાદવના બેધડક ઈન્ટ2વ્યુમાં ઉઘડતાં યાદવજી આપણા જેવા બીનહિન્દી ભાષીને ચક્તિ ક2વા માટે પુ2તા છે. રાજેન્દ્ર યાદવના સ્ત્રીઓ સાથેના બોન્ડિંગને વ્યાખ્યાકીત ક2તાં પ્રભા ખેતાન એક નવો શબ્દ કોઈન ક2ે છે : છલાત્કા2. બળપૂર્વક થાય તે બળાત્કા2 અને છલપૂર્વક થાય તે છલાત્કા2.
જીવનમાં આ કક્ષ્ાા સુધીની નિર્ણયશક્તિમાં દુર્બળ વ્યક્તિને મેં જોઈ નથી. 3પ વ2સો રાજેન્દ્ર યાદવ સાથે કાઢના2ાં અને તેમને નિભાવના2ાં પત્ની મન્નુ ભંડા2ીએ પણ પુસ્તકમાં સટીક શૈલીથી પોતાની વાત લખી છે, જે ખ2ેખ2 તો રાજેન્દ્ર યાદવ (મૂડ મૂડ કે દેખતા હું: પુસ્તક) ને જવાબ છે. રાજેન્દ્ર યાદવ કેવા બિન્દાસ હતા, એની ઝલક અસીમા ભટ્ટે લીધેલાં ઈન્ટ2વ્યૂમાં આ 2ીતે બયાન થાય છે. અસીમા તેમને શા2ીિ2ક સંબંધવાળી સ્ત્રી અને અન્ય સ્ત્રીઓ વિષે પૂછે છે, જેના જવાબ રાજેન્દ્ર યાદવજી આ 2ીતે આપે છે : મા2ા સંબંધ એક મહિલા સાથે (મન્નુ ભંડા2ી ?) પચાસ વ2સથી છે પણ હવે એ સંબંધમાં સેક્સ નથી એટલે કે દોસ્તી કમજો2 થઈ ગઈ…. જેની સાથે મા2ે ત્રીસ વ2સથી (મીતા ?) એ શ2તે સંબંધ હતા કે તેમાં સેક્સ વચ્ચે નહીં આવે, એ સ્ત્રી સાથે મા2ે આજે પણ દોસ્તી છે… મને લાગે છે, શા2ીિ2ક સંબંધ (પછીથી) એક શા2ીિ2ક અભ્યાસ બનીને 2હી જાય છે એટલે કે માત્ર સેક્સ. ધીમે ધીમે એ ઓસ2ી જતો હોય છે… મા2ી દોસ્તી વધા2ે પડતી ત્યાં જ છે, જયાં સેક્સ નથી. આવી મહિલાઓ આજે ય મા2ી અંત2ંગ મિત્ર છે
23 લેખિકાએં ઔ2 રાજેન્દ્ર યાદવ – ચેતનામાં વિસ્ફોટ ક2ી દે તેવું સ્ફોટક પુસ્તક છે અને એક મૌલિક વ્યક્તિને મહિલાઓની આંખે વિવિધ એન્ગલથી જોતા વ2ાઈટી એકસ્પીિ2અન્સ છે. સાહિત્યમાં, સ્ત્રીઓમાં, સેક્સમાં, બોલ્ડ વિચા2ો અને પુખ્ત સમજણમાં 2સ હોય તેમણે એમાંથી પસા2 થવાનું દુ:સાહસ ક2વા જેવું છે કા2ણ કે ભા2તીય સાહિત્યનું આ એક અસામાન્ય વ્યક્તિ પ2 લખાયેલું અસામાન્ય પુસ્તક છે. શું તમે કોઈ પિ2ણિત સ્ત્રીને પ્રેમ ક2ો ખ2ાં, રાજેન્દ્ર યાદવને આવું પૂછાયું ત્યા2ે તેમણે કહ્યું કે, જૂઓ, આ હાઈપોથેટિકલ સવાલ છે. હું જો પુ2ુષનો મિત્ર હોઉં અને તેની પત્નીને પટાવું તો હું એને દોસ્તીનો ઘાત ર્ક્યો હોવાનું કહું પણ… જો કોઈ પિ2ણિત સ્ત્રી (જેના પતિને હું ઓળખતો નથી ) સાથે સીધો મા2ો સંબંધ થાય તો હું, એ સ્ત્રી અને મા2ા વચ્ચેના સંબંધને નેચ2લ સંબંધ જ માનીશ.