ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચોની T20 સીરિઝની પહેલી જ મેચ હારવા છતાં ટીમ ઈન્ડિયાએ સીરિઝ 2-1થી જીતી લીધી છે ભારતને આ 5 મોટી વાતોને કારણે જીત મળી હતી.
હૈદરાબાદમાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલ T20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવી દીધું હતું. ઑસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 186 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 187 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 19.5 ઓવરમાં 187 રન બનાવીને જીત મેળવી હતી.
- Advertisement -
ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચોની T20 સીરિઝની પહેલી જ મેચ હારવા છતાં ટીમ ઈન્ડિયાએ સીરિઝ 2-1થી જીતી લીધી છે. પહેલો મેચ મોહાલીમાં હતો જ્યાં ભારતને હાર મળી હતી, પછી નાગપુરમાં 8 ઓવરની મેચમાં ટીમ ઇન્ડિયાને જીત મળી હતી અને હવે હૈદરાબાદમાં ટીમ ઇન્ડિયાએ જીત મેળવીને સીરીઝ જીતી લીધી છે. ભારતને આ 5 મોટી વાતોને કારણે જીત મળી છે અને એ કારણોને કારણે જ ઓસ્ટ્રેલિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
𝐂. 𝐇. 𝐀. 𝐌. 𝐏. 𝐈. 𝐎. 𝐍. 𝐒 🏆#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/5yk3bRnHiV
— BCCI (@BCCI) September 25, 2022
- Advertisement -
અક્ષર પટેલની સ્થિરતા
અક્ષર પટેલે આ T20 સીરિઝની પહેલી મેચમાં 3 વિકેટ, બીજી મેચમાં 2 વિકેટ અને ગઈકાલની ત્રીજી મેચમાં 3 વિકેટ લઈને કમાલ કરી દીધી હતી. પટેલની આ સ્થિરતાનો ફાયદો ટીમ ઈન્ડિયાને મળ્યો અને ભારતને સીરિઝ જીતવામાં મદદ કરી હતી. આવું ઘણી ઓછી વખત જોવા મળે છે કે આખી સીરિઝમાં કોઈ સ્પિનર આટલી સ્થિરતા સાથે બોલિંગ કરે છે.
From setting the stage on fire to a special pre-match tale! 🔥 😎
Men of the hour – @surya_14kumar & @akshar2026 – discuss it all after #TeamIndia's T20I series win against Australia in Hyderabad. 👍 👍- By @RajalArora
Full interview 🔽 #INDvAUS https://t.co/rfPgcGyO0H pic.twitter.com/rDWz9Zwh3h
— BCCI (@BCCI) September 26, 2022
6 બોલરો હોવાનો ફાયદો
એશિયા કપ 2022 માં આપણે બધા એ જોયું હતું કે ટીમ ઈન્ડિયાને છઠ્ઠા બોલરના વિકલ્પની ખોટ ખટકી રહી હતી પણ આ મેચમાં તે જોવા મળ્યું નહીં. આ વાતનો ફાયદો ટીમ ઈન્ડિયાને થયો. ભુવનેશ્વર કુમારે 3 ઓવરમાં 39 રન લૂંટાવ્યા હતા અને એટલા માટે જ તેની પાસેથી એક ઓવર ઓછી કરવામાં આવી હતી. હર્ષલે પણ માત્ર 2 ઓવર ફેંકી હતી અને પંડ્યાએ તેની ભરપાઈ કરી હતી.
For his breathtaking batting display in the chase, @surya_14kumar bags the Player of the Match award. 👏 👏
Scorecard ▶️ https://t.co/xVrzo737YV #TeamIndia | #INDvAUS pic.twitter.com/YrvpUyDTxt
— BCCI (@BCCI) September 25, 2022
ટોપ ઓર્ડર ફેલ છતાં પણ મળી જીત
ઘણી વખત એવું બન્યું છે મેચમાં ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર નિષ્ફળ જાય છે ત્યારે ટીમ માટે જીતવું અઘરું પડી જાય છે પણ આ મેચમાં એવું ન થયું. કેએલ રાહુલ 1 રને અને રોહિત શર્મા 17 રને આઉટ થયો હતો પણ ત્રીજા નંબરના બેટ્સમેન વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે જીત સુનિશ્ચિત કરી હતી.
વિરાટ-સૂર્યાની સાજેદારી
ભારત માટે મેચ પલટવાનું કામ વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે કર્યું હતું. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 104 રનની ભાગીદારી થઈ હતી. કોહલી અને સૂર્યાએ 10 રન પ્રતિ ઓવરના દરે રન બનાવ્યા હતા અને એ જ કારણે ટીમ ઈન્ડિયાએ મેચમાં વાપસી કરી હતી. એમ પણ કહી શકાય કે બંનેએ એ જ સમયે જીતનો પાયો નાખ્યો હતો.
This one’s for all our fans, across the country and beyond 🇮🇳 ❤️ pic.twitter.com/YJoeEMkOqk
— hardik pandya (@hardikpandya7) September 25, 2022
હાર્દિકનું ફિનિશિંગ ટચ
હાર્દિક પંડ્યા હવે ટીમ ઈન્ડિયાનો મહત્વનો હિસ્સો બની ગયો છે. હવે ટી20 ક્રિકેટમાં હાર્દિક વિનાની ટીમની કલ્પના કરવી પણ ડરામણી લાગે છે કારણ કે તે ટીમ ઈન્ડિયાનો મહત્વનો હિસ્સો બની ગયો છે. એ બોલિંગ પણ કરે છે પણ બેટિંગએ મજબૂત રીતે કરે છે. આ મેચમાં તેને 16 બોલમાં 25 રન બનાવીને મેચને ફિનિશિંગ ટચ આપ્યો હતો.