બે દિવસની કોન્ફરન્સમાં વિવિધ રોગ, નિદાન, અદ્યતન સારવાર વગેરે મુદ્દા પર દેશ-વિદેશના નામાંકિત તબીબો માર્ગદર્શન આપશે: વિશ્ર્વ કક્ષાના તબીબી જ્ઞાનની આપ-લેથી સૌરાષ્ટ્રના લોકોને પણ ફાયદો થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટનું તબીબી જગત વધુ એક યાદગાર પળોનું સાક્ષી બનવા જઈ રહ્યું છે, આગામી દિવસોમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત શાખાની 76મી વાર્ષિક કોન્ફરન્સ જીમાકોન-2024 રાજકોટના આંગણે યોજાઈ રહી છે. આઠ વર્ષ બાદ એલોપેથી તબીબોના વિશ્ર્વના સૌથી મોટા સંગઠન ઈન્ડીયન મેડિકલ એસોસિએશનની રાજ્ય કક્ષાની કોન્ફરન્સના યજમાન બનવાની તક રાજકોટ આઈ.એમ.એ.ને મળી છે જે રાજકોટના તબીબી જગત માટે ગૌરવની અનુભૂતી છે. કોન્ફરન્સના ચેરમેન તરીકે રાજકોટના જાણીતા પેથોલોજીસ્ટ ડૉ. અતુલ પંડયા તથા ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી તરીકે ડૉ. સંજય ભટ્ટ, ડૉ. ચેતન લાલસેતા અને ડૉ. પારસ શાહની વરણી કરવામાં આવી છે.
આઈ.એમ.એ.-ગુજરાતના સેક્રેટરી ડૉ. મેહુલ શાહએ જણાવ્યું છે કે, તેમની ગુજરાત આઈ.એમ.એ.ની ટીમ દ્વારા આખુ વર્ષ તબીબોના જ્ઞાનની વૃદ્ધિ સાથે સમગ્ર સમાજને કંઈ ફાયદો થાય, લોકો રોગનો ભોગ બનતા બચે અને તંદુરસ્ત સમાજની રચના થાય એ હેતુ સાથે લોકજાગૃતિની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે યોજાનાર આ તબીબોની રાજ્યકક્ષાની કોન્ફરન્સ પણ આધુનિક જીવન શૈલીના કારણે થતા રોગ અને તેની સારવાર તથા આ રોગ અટકાવવા આપણે શું કરવું જોઈએ એ જ મુખ્ય મુદ્દા પર આધારીત છે. ગુજરાત આઈ.એમ.એ.ની સળંગ 76મી વાર્ષિક કોન્ફરન્સ જીમાકોન-2024 દ્વારા તંદુરસ્ત સમાજની રચના માટે નવા વિચારો તબીબોમાં રોપવાનો પ્રયાસ કરવામાં આવશે જેનો સમગ્ર સમાજને ફાયદો થશે.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના રાષ્ટ્રીય સેક્રેટરી ડૉ. અનિલ નાયકે માહિતી આપતાં કહ્યું કે, તબીબી ઈતિહાસમાં પ્રથમ વખત રાજકોટમાં યોજાનારી રાજ્ય કક્ષાની કોન્ફરન્સમાં 250થી વધુ તબીબો પેટ્રન તરીકે નોંધાયા છે. રાજકોટ ઉપરાંત ગુજરાતના તબીબોએ પેટ્રન તરીકે નોંધપાત્ર યોગદાન આપી તબીબી જગતમાં નવો ઈતિહાસ કંડાર્યો છે જે સરાહનીય અને અભિનંદનને પાત્ર છે. જીમાકોનના ચેરમેન રાજકોટના જાણીતા પેથોલોજીસ્ટ ડૉ. અતુલ પંડયાના જણાવ્યા અનુસાર ગુજરાતભરના એલોપેથી તબીબોની કોન્ફરન્સ જીમાકોન-2024 આગામી તા. 19-20 ઓક્ટોબર 2024 (શનિ-રવિ) હોટલ સિઝન્સ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાશે. જેમાં બહોળી સંખ્યામાં તબીબો ઉપસ્થિત રહી તબીબી ક્ષેત્રે થયેલી અદ્યતન શોધ-સારવાર અંગે જ્ઞાનની આપ-લે કરશે. ગુજરાત આઈ.એમ.એ.ની રાજ્યકક્ષાની આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના વિવિધ રોગના નિષ્ણાત તબીબો ખાસ ઉપસ્થિત રહી તેમના જ્ઞાનનો લાભ અને માર્ગદર્શન આપશે. તેમના જણાવ્યા અનુસાર ઈન્ડિયન મેડિકલ એસોસિએશન એ એલોપેથીક તબીબોનું રાષ્ટ્રીય કક્ષાનું સંગઠન છે. 1928માં તેની સ્થાપના થઈ છે. હાલ દેશભરમાં 34 રાજ્યમાં 1750થી વધુ બ્રાન્ચમાં ચાર લાખથી વધુ તબીબો મેમ્બર છે. વિશ્ર્વનું સૌથી મોટુ બિનરાજકીય સેવાભાવી સંગઠન છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન-ગુજરાતના ઉપપ્રમુખ ડૉ. ભાવેશ સચદે અને જીમાકોન-24ના કો.ઓર્ડીનેટર ડૉ. યજ્ઞેશ પોપટના જણાવ્યા અનુસાર ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘરઆંગણે આધુનિક તબીબી સારવાર મળી રહે એ માટે દેશભરના દસેક હજાર ગામડા દતક લઈ ‘આઓ ગાંવ ચલે’ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં તબીબો જે તે ગામમાં નિયમિત કેમ્પ કરી લોકોને વિનામૂલ્યે તપાસી યોગ્ય નિદાન કરવા સાથે તંદુરસ્ત જીવન શૈલી વિશે માર્ગદર્શન આપે છે.
- Advertisement -
જીમાકોન-2024ના સેક્રેટરી ડૉ. ચેતન લાલસેતા, ડૉ. સંજય ભટ્ટ, અને ડૉ. પારસ શાહે કોન્ફરન્સની થીમ વિશે વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે, લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડર મતલબ કે આધુનિક-અનિયમિત જીવનશૈલીના કારણે ઉદ્ભવતા રોગ. હાલ આપણે ભાગ-દોડવાળી, ટેન્શનવાળી જિંદગી જીવીએ છીએ. અનિયમિત- બેઠાડુ અને શ્રમના અભાવવાળી લાઈફ સ્ટાઈલના કારણે ઉદ્ભવતા રોગ હાલ પડકારજનક સ્થિતિમાં જોવા મળે છે. આ બધા પ્રકારના રોગ વિશે લોકોને જાગૃત કરવા અને લોકો આવા રોગમાં ન સપડાય એ માટે માર્ગદર્શન આપવામાં આવશે તેમજ વિવિધ પ્રકારના રોગના નિદાન અને સારવાર ક્ષેત્રે વિશ્ર્વ કક્ષાએ થયેલ વિવિધ આધુનિક શોધ વિશે તબીબોને માહિતગાર કરવામાં આવશે.
જીમાકોન-24ના કો.ચેરમેન ડૉ. એમ. કે. કોરવાડીયા, ડૉ. હિરેન કોઠારી અને ડૉ. દિપેશ ભાલાણીના જણાવ્યા અનુસાર ગુજરાત આઈ.એમ.એ.ના હોદેદારોના માર્ગદર્શન હેઠળ રાજકોટની ટીમ દ્વારા વરસોથી સમાજ સેવાના અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે. નિયમિત સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, ગામડાના લોકોને ઘરઆંગણે નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન ઉપલબ્ધ બને એ માટે નાના સેન્ટરોમાં જઈ વિવિધ સેમિનારો, અકસ્માતના કારણે થતા મોતના બનાવો અટકે એ માટે ટ્રાફીક અવેરનેસના સેમીનારો, વ્યસન મુક્ત સમાજની રચનાના હેતુ સાથે લોક જાગૃતિના કાર્યક્રમો, વિવિધ રોગ વિશે લોકોમાં ફેલાયેલી ગેરસમજો દૂર થાય એ માટેના પ્રયાસો, તંદુરસ્ત બાળક, તંદુરસ્ત માતા, તંદુરસ્ત પરિવારની ભાવના સાથે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત માનસિક રોગના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી હતી. કોન્ફરન્સની સાયન્ટીફીક કમીટીના ચેરમેન ડૉ. અમીત અગ્રાવત, સુવેનિયરના એડીટર ડૉ. જય ધીરવાણી તથા ટ્રેઝરર ડૉ. તેજસ કરમટાએ જણાવ્યું હતું કે, કોન્ફરન્સમાં બે વિશેષ ઓરેશન રાખવામાં આવ્યા છે. જેમાં ડૉ. એસ. ટી. હેમાણી ઓરેશન અને ડૉ. પી. આર. ત્રિવેદી ઓરેશન એમ બે ઓરેશનમાં દેશના જાણીતા તબીબ દ્વારા વિસ્તૃત લેક્ચર-માર્ગદર્શન આપવામાં આવશે. આઈ.એમ.એ.-રાજકોટના પ્રમુખ ડૉ. કાંત જોગાણી અને સેક્રેટરી ડૉ. અમીપ મહેતાનાના જણાવ્યા અનુસાર આઈ.એમ.એ. દ્વારા તબીબો સતત વિવિધ રોગની વિશ્ર્વકક્ષાની સારવારથી જાણકાર રહે એ માટે તબીબો માટે શૈક્ષણિક અને તાલિમના સેમિનારો યોજાય છે. દર્દીને સારામાં સારી સારવાર મળે એ માટે તબીબોના જ્ઞાનમાં સતત વૃદ્ધિ થતી રહે એ માટે સંસ્થા વિવિધ સેમિનાર યોજી દેશ-વિદેશના જે તે રોગના નિષ્ણાત તબીબોના લેક્ચર રાખે છે.
જીમાકોન-24ના જોઈન્ટ સેક્રેટરી ડૉ. પ્રફુલ કમાણી, ડૉ. રૂકેશ ઘોડાસરા, ડૉ. સંજય ટીલાળા અને જોઈન્ટ ટ્રેઝરર ડૉ. પિયુપ ઉનડકટ અને ડૉ. જયેશ ડોબરીયાના જણાવ્યા અનુસાર ગુજરાત આઈ.એમ.એ.ની ટીમ દ્વારા લોકઉપયોગી કાર્યક્રમોની ઝુંબેશ સાથે ખાસ હૃદય રોગ બાબતે લોકોને જાગૃત કરવા વિશેષ સેમિનારો ગુજરાતના તમામ મોટા સેન્ટરોમાં યોજાઈ રહ્યા છે. જીમાકોન-24 ના સફળ આયોજન માટે રીશેપ્શન કમીટીના ચેરમેન ડૉ. ડી. કે. શાહ, સાયન્ટીફીક કમીટીના ચેરમેન ડૉ. અમીત અગ્રાવત, સુવેનિયર કમીટીના ચેરમેન ડૉ. જય ધીરવાણી, ઓડિયો વિઝ્યુઅલ કમીટીના ચેરમેન ડૉ. મિહિર તન્ના, ઈનોગ્રેશન ફંક્શન કમીટીના ચેરમેન ડૉ. અમીત હપાણી, ફાયનાન્સ કમીટીના ચેરમેન ડૉ. મયંક ઠક્કર, વેન્યુ અને સ્ટોલ કમીટીના ચેરમેન ડૉ. સંકલ્પ વણઝારા, એન્ટરટેઈનમેન્ટ કમીટીના ચેરમેન ડૉ. નિતિન લાલ, હોલ મેનેજમેન્ટ કમીટીના ચેરમેન ડૉ. વિજય નાગેચા, સ્પાઉસ પ્રોગ્રામ કમીટીના ચેરમેન ડૉ. સ્વાતિબેન પોપટ, રજીસ્ટ્રેશન કમીટીના ચેરમેન ડૉ. રશ્મી ઉપાધ્યાય, એકોમોડેશન અને ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન ડૉ. નિતીન ટોલીયા, ફૂડ એન્ડ બેવરેજીસ કમીટીના ચેરમેન ડૉ. કમલેશ કાલરીયા, કીટ એન્ડ મેમેન્ટો કમીટીના ચેરમેન ડૉ. દેવેન્દ્ર રાખોલીયા, એસ.ડબલ્યુ.સી. કમીટીના ચેરમેન ડૉ. વી. બી. કાસુન્દ્રાની આગેવાની હેઠળ વિવિધ કમિટીની રચના કરવામાં આવી છે.
ગુજરાત આઈ.એમ.એ.ના પ્રેસીડન્ટ ડૉ. ભરત કાકડીયા, સેક્રેટરી ડૉ. મેહુલ શાહ, ઝોન ઉપપ્રમુખ ડૉ. ભાવેશ સચદે, જીમાકોન-2024ના ચેરમેન ડૉ. અતુલ પંડ્યા, કોન્ફરન્સ કો.ઓર્ડીનેટર ડૉ. યજ્ઞેશ પોપટ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (ચીફ) ડૉ. ચેતન લાલસેતા, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (સાયન્ટીફીક) ડૉ. સંજય ભટ્ટ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (ઈવેન્ટ) ડૉ. પારસ શાહ, રાજકોટ આઈ.એમ.એ.ના પ્રમુખ ડૉ. કાંત જોગાણી, સેક્રેટરી ડૉ. અમીષ મહેતા, જીમાકોન-2024ના કો. ચેરમેન ડૉ. એમ. કે. કોરવાડીયા, ડૉ. હિરેન કોઠારી, ડૉ. દિપેશ ભાલાણી, સાયન્ટીફીક કમિટી ચેરમેન ડૉ. અમીત અગ્રાવત, ટ્રેઝરર ડૉ. તેજસ કરમટા, સોવેનિયર એડીટર ડૉ. જય ધીરવાણી, જોઈન્ટ સેક્રેટરી પ્રફુલ કમાણી, ડૉ. રૂકેશ ઘોડાસરા, ડૉ. સંજય ટીલાળા, જોઈન્ટ ટ્રેઝરર ડૉ. પિયુપ ઉનડકટ, ડૉ. જયેશ ડોબરીયા, રાજકોટના વરીષ્ઠ તબીબો ડૉ. એસ. ટી. હેમાણી, ડૉ. સી. આર. બાલધા, ડૉ. ડી. કે. શાહ, ડૉ. સુશિલ કારીઆ, ડૉ. પ્રકાશ મોઢા, ડૉ. કિરીટ દેવાણીના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમ કોન્ફરન્સના આયોજન માટે કાર્યરત છે. કોન્ફરન્સના મિડીયા કો.ઓર્ડિનેટર તરીકે વૈભવ ગ્રાફિક્સના વિજય મહેતા સેવા આપે છે.