ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.26
અમદાવાદના લાલ દરવાજામાં આવેલા ભદ્ર પરિસરમાં જયઘોષ સાથે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તોના હાથમાં લાલ ધજા જોવા મળી રહી છે. કારણ કે 614 વર્ષના ઈતિહાસમાં આજે પહેલીવાર અમદાવાદમાં મા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળ્યાં છે.
અમદાવાદમાં ઐતિહાસિક મા ભદ્રકાળીની નગરયાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું છે. મા ભદ્રકાળીનું રથ નગરયાત્રા માટે પ્રસ્થાન કરી ચૂક્યું છે અને ભક્તો પણ રુટમાં દર્શન માટે પહોંચી ગયા છે. સવારે આરતી બાદ માતાજીની પાદુકા રથ પર વિરાજમાન કરાશે અને પછી રથ નગરયાત્રાએ નિકળ્યા હતા.અમદાવાદવાસીઓએ અત્યાર સુધી નગરદેવતા એવા ભગવાન જગન્નાથની રથયાત્રાનો લહાવો લીધો છે પણ હવે અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી પણ પોતાના ભક્તોને દર્શન આપવા આવ્યા છે.
- Advertisement -
આ યાત્રામાં અંદાજે 5000 માણસોનો ભંડારો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખીને વિશેષ ફરાળી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય જે લોકો જોડાશે તેઓ માટે પણ પ્રસાદ અને ભોજનની અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે.