સામાન્ય સભામાં નિર્ણય, રૂ.30 લાખના ખર્ચે ડિઝાઇન નક્કી કરવામાં આવશે
પૂર્વ મંત્રી બાવળીયાનો આક્ષેપ : પેટા કોન્ટ્રાક્ટર સમયસર કામ પૂર્ણ કરતા નથી, વિકાસના કામો અટકે છે
બાવળિયાની DDOને ટકોર: વિકાસના કામો સમયસર પૂરા થાય તેની તકેદારી રાખજો
ભાજપના સભ્યોવાળી બેઠકના વિસ્તારમાં ગ્રાન્ટ વધુ ફાળવી હોવાનો વિપક્ષના નેતા અર્જુન ખાટરિયાનો આક્ષેપ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના હેમુગઢવી નાટ્યગૃહ ખાતે આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. પંચાયતની સામાન્ય સભામાં જિલ્લા પંચાયત નવા બિલ્ડીંગના બાંધકામને મંજૂરી મળી હતી. જેમાં અંદાજીત રૂ.30 લાખના આર્કિટેક પાસે ડિઝાઇન નક્કી કરવામાં આવશે. 55 વર્ષ પછી જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગના નવીનીકરણ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અત્યારનું આ બિલ્ડીંગ વર્ષ 1965માં બિલ્ડીંગ બાનવવામાં આવ્યું હતું.
ગ્રામ પંચાયતની ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ આજે રાજકોટ જીલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. જેમાં જિલ્લા પંચાયતના બે નવા ચૂંટાયેલા સભ્યો માટે પ્રથમ સામાન્ય સભા હતી. આજે નાણાંપંચ અને કામોની ફાળવણી સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. જ્યાં એજન્ડામાં કુલ 12 દરખાસ્તો મુકવામાં આવી હતી. સામાન્ય સભા પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ક્વોરન્ટાઇન પિરિયડ પૂર્ણ કર્યા બાદ હાજર રહ્યા હતા.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે આજની સામાન્ય સભામાં રાજકીય દાવપેચ જોવા મળ્યા હતા. આજની સામાન્ય સભામાં 15માં નાણાંપંચની ગ્રાન્ટ ફાળવણી બાબતે સાશકો દ્વારા રાજકીય રીતે ફાળવણી કરી હોવાનો વિપક્ષના નેતા અર્જુન ખાટરિયા આક્ષેપ લગાવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, ભાજપના સભ્યો વાળી બેઠકના વિસ્તારમાં ગ્રાન્ટ વધુ ફાળવવામાં આવે છે.
આ સાથે પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આક્ષેપ મુક્યો હતો કે, વિકાસના કામો સમયસર પૂરા થઇ રહ્યા નથી. મુખ્ય કોન્ટ્રાક્ટરને કામ લઇને પેટા કોન્ટ્રાક્ટરને કામ સોંપે છે.પેટા કોન્ટ્રાક્ટર સમયસર કામ પૂર્ણ કરતા નથી.જેના કારણે વિકાસના કામો અટકે છે. આ ઉપરાંત ઉઉઘને ટકોર કરતા કહ્યું હતું કે, વિકાસના કામો સમયસર પૂરા થાય તેની તકેદારી રાખજો.