અનુપમા સિરિયલમાં મોટો ટ્વિસ્ટ આવવાનો છે. એક રિપોર્ટ અનુસાર અનુપમા શો 4 થી 5 વર્ષનો લીપ લેવા જઈ રહ્યો છે. એટલે કે હવે શો માં નાની અનુ મોટી થશે અને શોમાં નવા પાત્રો બતાવવામાં આવશે.
બધાના પસંદિતા શો ‘અનુપમા’માં કોઈને કોઈ નવું નાટક જોવા મળે છે. એવામાં હવે આ સિરિયલમાં કેટલાક ફની ટ્વિસ્ટ જોવા મળશે. જેના કારણે ફેન્સને આ સિરિયલ ખૂબ જ પસંદ આવી રહી છે. જણાવી દઈએ કે હાલમાં જ આ સમાચાર સામે આવી રહ્યા છે કે સિરિયલમાં મોટો ટ્વિસ્ટ આવવાનો છે અને એક રિપોર્ટ અનુસાર અનુપમા શો 4 થી 5 વર્ષનો લીપ લેવા જઈ રહ્યો છે. એટલે કે હવે શો માં નાની અનુ મોટી થશે અને શોમાં નવા પાત્રો બતાવવામાં આવશે.
- Advertisement -
નોંધનીય છે કે હાલમાં જ શોમાં બતાવવામાં આવ્યું હતું કે રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર શો ‘અનુપમા’માં હવે અનુપમા પરિવારની જવાબદારીથી દૂર થઈને એક નવું જીવન શરૂ કરી રહી છે. આ સાથે જ અનુપમાએ તેની નવી ડાન્સ એકેડમી ખોલી છે અને અનુજ પણ પોતાના જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન વનરાજ અનુજને ઉશ્કેરીને અનુપમાની નજીક જવાનો પ્રયાસ કરી રહ્યો છે.
Give us back this trio.. hansta, khelta, muskurata ❤️
NO LEAP IN ANUPAMAA #Anupamaa #AnujKapadia #MaAn pic.twitter.com/UASnwO47kI
- Advertisement -
— Ekta (@ektajesswani) April 14, 2023
હવે શોમાં લિપ આવ્યા બાદ અનુપમાનું જીવન ઘણું બદલાઈ જશે. કારણ કે અનુપમાએ પોતાની ડાન્સ એકેડમી ખોલી છે એ બાદ અનુપમા ખૂબ મોટી બિઝનેસવુમન બની જશે. આ સિરિયલના આવનર એપિસોડમાં અનુજની સાથે નાની અનુ અને માયા હશે. આ સાથે જ શો ‘અનુપમા’ના આવનાર એપિસોડમાં બતાવવામાં આવશે કે સમર અને ડિમ્પલ લગ્ન કરવાના છે પણ અનુપમા તેમની જવાબદારી લેવા જઈ રહી નથી.
I can’t imagine Choti as anyone else except Asmi. The little powerhouse of talent made a place in our hearts & the most devastating part of this is losing her lively presence on the show. At times she’s the only reason we tune in
NO LEAP IN ANUPAMAA#Anupamaa #ChotiAnu #AsmiDeo pic.twitter.com/duzlxU7Vkq
— Pluto 🦉 (@Plutokew) April 14, 2023
આ સિવાય બા અનુપમાને ફોન કરે છે અને તેને કહે છે કે તેણે ડિમ્પલ અને સમરના લગ્નની જવાબદારી લેવી પડશે તો અનુપમા બાને કહે છે કે લગ્ન કરવાનો નિર્ણય સમર અને ડિમ્પલનો છે, તેથી તેણે જવાબદારી લેવી પડશે. હાલ તેના થોડા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે જેમાં અનુપમા કહેતા જોવા મળે છે કે જો તેને મારી જરૂર હોય તો તે મારા ઘરે આવે, હું ત્યાં નહીં આવું. સમર અને ડિમ્પલની જવાબદારી લેવા શાહ ઘરનું કોઈ તૈયાર નથી. જેના કારણે બંનેએ ઘરથી દૂર રહેવાનું નક્કી કર્યું.