33 વર્ષ બાદ બે મેગાસુપર સ્ટાર્સ એક સાથે મોટાપડદા પર જોવા મળશે. ‘થલાઈવા 170’માં અમિતાભ બચ્ચન અને રજનીકાંત સાથે મોટાપડદા પર ધમાલ મચાવતા જોવા મળશે.
જ્યારે બે સુપરસ્ટાર્સ એક ફ્રેમમાં આવે છે તો મોટાપડદા પર તેમને જોવાની મજા કંઈક અલગ હોય છે. થોડા દિવસો પહેલા ઓડિયન્સને શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’માં સલમાન ખાનની ઝલક જોવા મળી હતી.
- Advertisement -
હવે અપકમિંગ ટાઈગર-3માં કિંગ ખાન સલમાનખાન ફરી સાથે જોવા મળશે. ફેંસ માટે તેનાથી પણ મોટી એક ગુડ ન્યૂઝ એ છે કે મહાનાયક અમિતાભ બચ્ચન અને થલાઈવા રજનીકાંત 33 વર્ષ બાદ એક ફ્રેમમાં જોવા મળશે.
After 33 years, I am working again with my mentor, the phenomenon, Shri Amitabh Bachchan in the upcoming Lyca’s "Thalaivar 170" directed by T.J Gnanavel. My heart is thumping with joy!@SrBachchan @LycaProductions @tjgnan#Thalaivar170 pic.twitter.com/RwzI7NXK4y
— Rajinikanth (@rajinikanth) October 25, 2023
- Advertisement -
પોલીસ અધિકારી બનશે રજનીકાંત
ટીઝે જ્ઞાનવેલની આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત હશે. જેમાં રજનીકાંત મસ્લિમ પોલીસ અધિકારીનો રોલ નિભાવશે.
આ ફિલ્મોમાં અમિતાભ-રજનીકાંતે કર્યું છે કામ
અમિતાભ બચ્ચન અને રજનીકાંત છેલ્લી વખત 1991માં આવેલી ફિલ્મ ‘હમ તુમ’માં જોવા મળ્યા હતા. તેના ઉપરાંત ફિલ્મ ગિરફ્તારમાં પણ અમિતાભ-રજનીકાંતે સાથે કામ કર્યું છે.