સિરીયામાં ભૂકંપની ભયાનકતા વચ્ચે પણ કુદરતે એક જીવનને મહેકતુ કર્યુ છે. ઉતરી સીરીયામાં ભૂકંપના કારણે એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ હતી.
જેના કાટમાળમાં એક ગર્ભવતી મહિલા પણ દબાઈ ગઈ હતી અને તેણે એ અવસ્થામાં જ એક બાળકીને જન્મ આપ્યો અને ખુદ માતાએ અંતિમ શ્વાસ લીધા હતા. જિંદયારીય શહેરમાં આ ઘટના બની હતી અને મૃત માતા અને નવજાત બાળકી કલાકો સુધી કાટમાળ હેઠળ દબાઈ રહ્યા હતાં.
- Advertisement -
જેમાં રાહત બચાવ ટુકડી લગભગ 30 કલાક પછી અહી પહોંચી હતી અને નવજાત બાળકીનું રૂદન સાંભળતા જ તુર્ત જ કાટમાળ હટાવ્યો હતો માતા સાથે ગર્ભનાળથી જોડાયેલી બાળકી મળી અને તુર્તજ તબીબી ટીમે ગર્ભનાળ કાપી બાળકીને મુક્ત કરી હોસ્પીટલમાં ખસેડી. જો કે માતાએ આ વચ્ચે અંતિમ શ્ર્વાસ લઈ લીધા હતા.