દીપડાને પાંજરે પુરવા માટે વનવિભાગ દ્વારા 10 પાંજરા ગોઠવ્યા
ખાસ-ખબર ન્યૂઝ જાફરાબાદ, તા.29
જાફરાબાદ તાલુકાના ચીત્રાસર ગામે સમીસાંજે દીપડાએ માસુમ બાળકીનો ભોગ લીધો હતો. ચીત્રાસર ગામે ખેત વાડીમાં કપાસ વીણતા હતા અને મજુરી કરી ધરે પરત ફરતા સમયે અચાનક દિપડો આવી ચડતા 7 વર્ષની બાળકી હુમલો કરતા મોત નિપજયું હતું. જે બાદ જાફરાબાદ વનવિભાગ દ્વારા તાત્કાલિક પાંજરૂ ગોઠવી દેવામાં આવ્યુ હતું. શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણાના માર્ગદર્શન મુજબ વન્યજીવ અમરેલી તથા સ્થળ પર હાજર રહી તેમજ વેટેનરી ઓફિસર ડોક્ટર દેસાઈ, જાફરાબાદ આર.એફ.ઓ વાધેલા સહિત જાફરાબાદ રેંજનો સ્ટાફ સ્થળ પર રહી દીપડાની અવરજવર વાળા વિસ્તારમાં ચિત્રાસર ગામની આસપાસના બનાવવાળા સ્થળની આસપાસ વિસ્તારમાં તથા દીપડાના અવરજવર વાળા વિસ્તારમાં પર સ્થળનું સ્કેનિંગ કરી પગ માર્કના આધારે અલગ-અલગ જગ્યાએ 10 પાંજરા ગોઠવી દીપડો પકડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. ત્યાર આજે મોડીરાતે માનવભક્ષી દીપડાને વનવિભાગની સોળ દિવસની ભારે મહેનત બાદ પાંજરે પુરવામાં સફળતા મળી છે. દીપડાને પાંજરે પુરી બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ખાસ વનવિભાગ દ્વારા લોકોને અપીલ કરી હતી કે, કોઇપણ ગીચવાળી જગ્યા તથા અવાવરૂ વિસ્તારના વન્યપ્રાણીઓ નજરે પડે તો તુરત વન વિભાગનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. આ કામગીરીમાં જાફરાબાદ આર.એફ.ઓ. જી.એલ. વાધેલા સહિત સ્ટાફગણ જોડાયો હતો.