રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘ દ્વારા હોદ્દેદારોની વરણી
એડવોકેટ અભિષેક શુક્લાને મહામંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
તા. 2-9-25ના રોજ રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડો. જૈનીલ ગોરની અધ્યક્ષતામાં કચ્છ, મોરબી, રાજકોટ જિલ્લામાં હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી. આ હોદ્દેદારોમાં જિલ્લા સંયોજક તરીકે મીતેષ દિલીપભાઈ દવે, પ્રમુખ તરીકે એડવોકેટ દિપ પી. વ્યાસ, ઉપપ્રમુખ તરીકે એડવોકેટ નિશાંત મહેશભાઈ જોષી (ઝોન-1) તેમજ તૃષીલભાઈ દવે (ઝોન-2) તેમજ મહામંત્રી તરીકે એડવોકેટ અભિષેક શુક્લા તેમજ હાર્દિકભાઈ જાનીની નિમણૂંક કરવામાં આવી હતી. કારોબારી સભ્ય તરીકે કશ્યપભાઈ ઠાકર, ચિત્રાંક વ્યાસ, ધૈર્યભાઈ પંડ્યા, પ્રણવભાઈ વ્યાસ, મિલન જોશી વિગેરેની નિમણૂંક કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘમાં તમામ તડગોળના બ્રાહ્મણોને જોડી રાષ્ટ્રીય કક્ષાએ સંગઠન મજબૂત બને તેમજ બ્રાહ્મણોનું આગવું સ્થાન ઉભું કરવા તેમજ બ્રહ્મસમાજમાં એકતા વધે તે હેતુથી સમગ્ર રાજકોટ જિલ્લાના તમામ ભૂદેવ ભાઈઓ-બહેનોને જોડાવા પ્રમુખ દિપ પી. વ્યાસ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે. સમગ્ર ટીમ દ્વારા આગામી દિવસોમાં બ્રાહ્મણોનું રાષ્ટ્રીય કક્ષાએ સંગઠન મજબૂત બને તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘમાં જોડાવા 8000824410 ઉપર વોટ્સએપ કરી જોડાઈ શકો છો.



