મ્યુનિ.કમિશનરે સૂચવેલા બજેટમાં 25.10 કરોડના વધારા સાથે રૂા.2355.78 કરોડનું બજેટ મંજૂર
છેલ્લા સતત ત્રણ વર્ષથી વળતર યોજનાનો લાભ લેનાર મિલ્કત ધારકોને વધુ 1% અને દિવ્યાંગ મિલ્કત ધારકોને 5% વળતર અપાશે: કમિશનર દ્વારા સુચવેલા વાહન કરમાં 1 થી 2% ઘટાડો કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
આગામી નાણાકીય વર્ષ 2022-23નું મ્યુનિ. કોર્પોરેશનનું નવુ રૂ. 2355.78 કરોડનું બજેટ સ્ટેન્ડીંગ કમિટિમાં મંજુર થયું છે. આ બજેટમાં મ્યુનિ. કમિશનરે સુચવેલા વાહન વેરામાં 1 થી 2%નો ઘટાડો કર્યો છે તેમજ છેલ્લા સતત ત્રણ વર્ષ માટે વેરા વળતર યોજનાનો લાભ લેનારને મિલકત વેરામાં વિશેષ 1% તથા દિવ્યાંગ મિલ્કત ધારકોને વળતર યોજના દરમિયાન મિલ્કત વેરામાં 5% વળતર આપવામાં આવશે. આ ઉપરાંત આ બજેટમાં ટી.પી. રસ્તાના કામ માટે અને નવા ભળેલા વિસ્તાર માટે અલગથી જોગવાઇ, શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી નવનિર્માણ, કનક રોડ મુખ્ય ફાયર સ્ટેશન રિનોવેશન, દરેક વોર્ડમાં મહિલાઓ માટે એરોબીક સેન્ટર સહિતની 17 નવી યોજનાઓમાં રૂ. 25.10 કરોડનો ઉમેરો કરવામાં આવ્યો છે. સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નવા બજેટને મંજુર કરી જનરલ બોર્ડની મંજુરી અર્થે રવાના કરાયું હતું. ત્યારબાદ પત્રકાર પરિષદમાં બજેટની વિસ્તૃત વિગતો રજૂ કરાય હતી. ગત વર્ષ યોજાયેલી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં શહેરીજનોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મુકી, ફરી એક વખત શાસનની જવાબદારી સોંપી હતી. રાજકોટ મહાનગરપાલિકામાં નવી ચૂંટાયેલી પાંખે તા.12ના રોજ સત્તા સંભાળી, ત્યારપછીના દસેક માસ બાદ તંત્રના આર્થિક લેખાજોખા કરવાનો અવસર આવ્યો છે. મહાનગરપાલિકાનું નાણાંકીય વર્ષ 2022-23નું રૂ.2334.94 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કર્યું હતું.
- Advertisement -
આ બજેટમાં સમાવિષ્ટ વિવિધ યોજનાઓ અને કાર્યો તેમજ તેના માટે કરવામાં આવેલી નાણાંકીય જોગવાઈઓ અંગે સ્ટેન્ડિંગ કમિટીએ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી, આવશ્યક સુધારાવધારાઓ કરવા ઉપરાંત કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાને રાખીને, નિયમિત મિલકતવેરો ભરપાઈ કરનારને મિલકતવેરામાં વિશેષ વળતર, કમિશનરશ્રી દ્વારા વાહનકરમાં સૂચવાયેલ વધારામાં રાહત આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
બજેટમાં ઉમેરેલી નવી યોજનાઓ
યોજના/પ્રોજેકટનું નામ રૂ.(લાખમાં)
- Advertisement -
ટી.પી. રસ્તાના કામો 450
નવા ભળેલા વિસ્તારોમાં રસ્તાના કામો 400
ડો. હોમી દસ્તુર રોડ નવું નાલુ 300
શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી નવનિર્માણ 250
કનક રોડ મુખ્ય ફાયર સ્ટેશન રિનોવેશન 200
તમામ વોર્ડ મહિલાઓ માટે એરોબિકસ સેન્ટર 180
મહાનગરપાલિકાના વાહનો માટે 2 નવા ડીઝલ પંપ 150
રેઈન વોટર હાર્વિેસ્ટંગ 150
રેલનગર અન્ડરબ્રિજ ટેકનિકલ સર્વે 100
વ્હાઈટ ટોપિંગ ટેકનોલોજીનો રોડ માટે 100
બાળકો માટે પાર્ક નવા વિસ્તારોમાં ગાર્ડન 90
સ્પોર્ટ્સ ફિએસ્ટા 25
પોર્ટેબલ એકસ-રે મશીન 25
મોબાઈલ લેબોરેટરી 20
પેમેન્ટ થ્રુ હેન્ડ હેલ્ડ ડિવાઈસ 50
વર્ચ્યુઅલ સિવિક સેન્ટર 10
ફાઈલ ટ્રેકિંગ સિસ્ટમ 10
કુલ 2510