સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષાઓના CCTV ઓનલાઇન બંધ કરી સત્તાધીશોએ ગેરરીતિઓ કરવા પ્રોત્સાહન આપ્યું : રોહિતસિંહ રાજપૂત
કોંગ્રેસના વિદ્યાર્થી નેતાનો સનસનીખેજ આક્ષેપ : નિર્ણય પરત ન ખેંચાઈ તો ઉગ્ર આંદોલનની ચીમકી
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ યુનિ.ની તાજેતરમાં સિન્ડિકેટ બેઠક મળી હતી તેમાં પરીક્ષાઓના ભભદિં લાઈવ મુદ્દે માત્ર સત્તાધીશો અને મીડિયા વગર કોઈ અન્ય લોકો જોઈ શકશે નહિ તેવો નિર્ણય જાહેર થતા જ વિવાદોનો મધપૂડો ચંચેડાયો છે. અગાવ કુલપતિ દ્વારા યુનિની તમામ પરીક્ષાઓના ગેરરીતિઓ અટકકાવા ઈઈઝટ ઓનલાઇન જોઈ શકાશેની જાહેરાતો બાદ માત્ર એક પરીક્ષા પૂર્ણ થતા પીછેહઠ થતા ચારેકોર ચર્ચાઓનો વિષય બની જવા પામ્યો છે.
- Advertisement -
આ અંગે કોંગ્રેસના યુવાનેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આ નિર્ણયનો અમે શખ્ત વિરોધ કરીશું કારણ કે પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના લીધે સૌ.યુનિ. છબી ખરેડાયેલી સુધારવા માટે પરીક્ષાઓમાં પારદર્શકતા જળવાઈ તે માટે ઓનલાઇન ઈઈઝટ ખુબ જ આવશ્યક હતી પરંતુ યુનિ. ના સત્તાધીશો મસ્તમોટી જાહેરાતો બાદ તમામ નિર્ણયોમાં પીછેહટ કરી અમુક શિક્ષણના દલાલો વ્યાપારીકરણ કરતા હોય તે સ્પષ્ટ નજરે આવે છે. આ અગાવ પણ લો કોલેજોના પરીક્ષા કેન્દ્રો સૌ.યુનિ. સિવાય અન્ય એક પણ કોલેજમાં નહિ હોય તેવી જાહેરાત બાદ અઠવાડિયામાં નિર્ણય પરત પરત લેવો પડ્યો હતો. તાજેતરમાં કરાર આધારિત અધ્યાપકોમાં અનામત મામલે અને ઇઅઙજના અભ્યાસક્રમ મામલે જેવા અનેક નિર્ણયોમાં સત્તાધીશો માત્ર જાહેરાતો કરી પાછળની દબાણમાં આવી પરત ખેંચે એનો સીધો મતલબ ખાનગી કોલેજ સંચાલકોની ગોઠવણો સફળ થઇ રહી છે તે થાય છે. સૌ.યુનિ.ની મેઈન બિલ્ડીંગમાં જ આ ઓનલાઇન ભભદિં માત્ર મીડિયા અને સતાધીસો માટે ચાલુનો મતલબ ઊંધા હાથે કાન પકડાવવાની વાત થઇ છે કારણ કે તમામ પરીક્ષાઓમાં મીડિયાના મિત્રો હરરોજ ધક્કાઓ ખાવાના નથી અને કોઈ ભભદિં ઉપર સતત બેસવાના તો નથી ! જો માત્ર મીડિયા માટે ચાલુ રાખે તો અન્ય લોકો શા માટે નહિ ? વાંધો શું આવે તમામ લોકો માટે ?આ તમામ ચોખવટ નિર્ણય લેતા સમયે કરવી જોઈએ. સૌ.યુનિ. ના કુલપતિશ્રીએ રાજપાલશ્રી અને શિક્ષણમંત્રીની હાજરીમાં પરીક્ષાઓના ભભદિં ઓનલાઇનની જાહેરાત કરી હતી અને ભારતમાં પ્રથમ યુનિ.એ આવો નિર્ણય મસ્તમોટી જાહેરાત બાદ પણ પીછેહટ કરી સત્તાધીશોએ સરકારની પણ લાજ રાખી નથી એ શરમજનક બાબત કહેવાય. ખાનગી કોલેજ સંચાલકોના દબાણથી જ અથવા તો લાખો રૂપિયાનો વહીવટથી કુલપતિ અને પરીક્ષા નિયામક આવો નિર્ણય લીધો હોય તેવો ગંભીર આરોપ કર્યો હતો. આગામી સમયમાં અમે આ નિર્ણય પરત ખેંચાવી તમામ પરીક્ષાઓના ભભદિં ઓનલાઇન તમામ લોકો જોય શકશે તે અંગે કોંગ્રેસના સિન્ડિકેટ અને સેનેટ સભ્યો સાથે કુલપતિને રજુઆત કરીશું અને જરૂર પડ્યે ઉગ્ર આંદોલન પણ કરીશું.