25 વર્ષથી સેવા આપતા સાબરકાંઠા ગ્રામ્યના વ્યક્તિએ ગળાફાંસો ખાઇ મોતને વ્હાલું કરતા શોકનું મોજું ફરી વળ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
દસાડા તાલુકાના આદરીયાણા ગામે આવેલ બી.કે.હાઈસ્કૂલમાં રવિવારે બપોરના સમયે શાળાના પટ્ટાવાળા રાજેન્દ્ર નાનજીભાઈ ડામોર (મૂળ વતન પરવઠ તાલુકો:વિજયનગર સાબરકાંઠા,હાલ રહે આદરીયાણા ઉંમર વર્ષ અંદાજે 58 વર્ષ) છેલ્લા 25 વર્ષથી આદરીયાણા ગામે આવેલ બીકે હાઈસ્કૂલમાં પ્યુન તરીકે સેવા આપતા હતા અને આદરિયાણા ગામે જ રહેતા હતા રવિવારે રાજેન્દ્રભાઈ ડામોર શાળાના રૂમમાં ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા ચકચાર વ્યાપી જવા પામ્યો હતો બનાવની જાણ થતા વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મુદક ને પોસ્ટ મોટા મળશે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો મૃતકના પરિવારજનો હોસ્પિટલ ખાતે આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા ઝિંઝુવાડા પોલીસે બનાવ અંગે વધુ કાર્યવાહી હાથધરી હતી મૃતકે કયા કારણોસર મોતની વ્હાલું કર્યું તે અકબંધ રહેવા પામ્યુ હતુ.