સૂર્યની ગતિવિધિઓ પર નજર રાખવા ગયેલ ઘણા પ્રકારના ઉપકરણો સાથે સજ્જ આદિત્ય એલ-1 મિશને વધુ એક સફળતા મેળવી લીધી છે. જે અંગે વિગતે જાણો આ અહેવાલમાં !
ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L-1 અવકાશયાને સફળતા નજીક વધુ એક ડગલું ભરી લીધું છે. આદિત્ય L-1એ પૃથ્વીની ચોથી ચક્કર લગાવામાં સફળતા મેળવી સૂર્ય નજીક ડગ માંડયા છે. આ મામલે ‘ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન’ (ISRO) દ્વારા પોતાના ટ્વીટર હેન્ડલ પર સત્તાવાર માહિતી આપવામાં આવી છે.
- Advertisement -
લેગ્રેન્જ પોઈન્ટ 1 અવકાશયાન પર મોકલવામાં આવેલ
આદિત્ય એલ-1 ને સૂર્યના અભ્યાસ માટે અવકાશમાં મોકલવામાં આવ્યું છે અને આ આદિત્ય એલ-1 ભારતનું પ્રથમ સ્પેસ ઓબ્ઝર્વેટરી છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે પાંચ લેગ્રેન્જ પોઇન્ટ છે.પોઇન્ટ અર્થ એવો છે કે અહીંથી સૂર્ય અવરોધ વિના દેખાઈ શકે છે. ત્યારે લેગ્રેન્જ પોઈન્ટ 1 અવકાશયાન પર મોકલવામાં આવેલ આદિત્ય એલ-1 પૃથ્વીથી લેગ્રેન્જ પોઈન્ટ 1નું અંતર 15 લાખ કિલોમીટર છે, જ્યારે સૂર્યથી પૃથ્વીનું અંતર 15 કરોડ કિલોમીટર છે.
Aditya-L1 Mission:
The third Earth-bound maneuvre (EBN#3) is performed successfully from ISTRAC, Bengaluru.
ISRO's ground stations at Mauritius, Bengaluru, SDSC-SHAR and Port Blair tracked the satellite during this operation.
- Advertisement -
The new orbit attained is 296 km x 71767 km.… pic.twitter.com/r9a8xwQ4My
— ISRO (@isro) September 9, 2023
ઈસરોએ શું કહ્યું?
ટ્વિટરના માધ્યમ થકી ISRO એ કહ્યું કે ‘ફોર્થ અર્થ બાઉન્ડ મેન્યુવર’માં સફળતા હાંસલ કરી લેવામાં આવી છે. બેંગલુરુ, શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર અને પોર્ટ બ્લેરના ગ્રાઉન્ડ સ્ટેશન દ્વારા સેટેલાઇટને ટ્રેક કરાયો હતો. આદિત્ય L-1 અવકાશયાન 256 km x 121973 km ના અંતરે આવેલું છે. ISRO દ્વારા જણાવાયા અનુસાર આગામી મેન્યુવર ટ્રાન્સ-લેગ્રાંગિયન પોઈન્ટ 1 ઈન્સર્શન 19 સપ્ટેમ્બરે સવારે 2 વાગ્યે કરાશે. સૂર્યની ગતિવિધિઓના અભ્યાસ અર્થે ગયેલ ઈસરોનું આ અવકાશયાન 16 દિવસ સુધી પૃથ્વી નજીક ચક્કર લગાવશે જેને લઈને આગળની મુસાફરી માટે જરૂરી ગતિ પ્રાપ્ત થશે.