આજે અધિક શ્રાવણ માસની અમાસ નિમિત્તે જૂનાગઢના દામોદરકુંડે ભાવિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. અધિક માસ દરમિયાન મહિલાઓએ ગોર મા પૂજ્યા હતા અને અમાસના દિવસે ગોર માને પધરાવી નદીમાં સ્નાન કરવાનો મહિમા હોવાથી આજે પવિત્ર સ્થળ દામોદર કુંડ ખાતે સ્નાન કર્યું હતું. જૂનાગઢના દામોદર કુંડ ખાતે છેલ્લા ત્રણ દિવસથી ભક્તોની ભીડ ઉમટી રહી છે.
- Advertisement -
દેશભરના અલગ અલગ રાજ્યમાંથી લોકો અહીં દામોદર કુંડ સ્નાન કરવા આવી રહ્યાં છે. હાલ મિની વેકેશનનો માહોલ હોવાથી ભવનાથમાં છેલ્લા ત્રણ દિવસથી ભાવિકો ઉમટી રહ્યા ભવનાથમાં આવતા લોકોની સંખ્યા બે ગણી થઇ ગઇ છે. ભવનાથમાં પ્રવેશતા જ પાજનાકા પુલ પાસેથી વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. લોકોને વાહન ઉભું રાખવાની જગ્યા મળતી નથી.