સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઇ ગયું છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર છે. સત્રની શરૂઆતથી પહેલાં પીએમ મોદીએ સંસદની બહાર નિવેદન આપ્યું હતું. હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ બંને ગૃહોને સંબોધિત કરી રહ્યા છે. તેમણે ભારત સરકારની રુપરેખા સંસદ સમક્ષ રજૂ કરી હતી. તેમના ભાષણ બાદ સંસદમાં ઈકોનોમિક સરવે રિપોર્ટ રજૂ કરશે અને આવતીકાલે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું વચગાળાનું બજેટ રજૂ કરશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કહ્યું કે એશિયન ગેમ્સમાં ભારતે 100થી વધુ મેડલ જીત્યા છે. ભારત 5G શરૂ કરનાર પ્રથમ દેશ બન્યો છે. દેશમાં ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરાનારા લોકોની સંખ્યા 3.25 કરોડથી વધીને 8 કરોડથી વધુ થઈ ગઈ છે. આ સિદ્ધિઓ 10 વર્ષની મહેનતનું પરિણામ છે. કલમ 370 પરની આશંકા હવે ઈતિહાસ બની ગઈ છે. આજે એક લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ છે. એક કરોડ 40 લાખ લોકો GST ભરી રહ્યા છે.
- Advertisement -
‘ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે’ : રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ બજેટ સત્ર માટે લોકસભા અને રાજ્યસભાના સભ્યોના સંયુક્ત સત્રને સંબોધિત કરી રહ્યા છે. તેમના સંબોધન પહેલા ગૃહમાં ઐતિહાસિક સુવર્ણ રાજદંડ ‘સેંગોલ’ અર્પણ કરવાની વિધિ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘વિશ્વમાં ગંભીર કટોકટી હોવા છતાં, ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. મારી સરકાર ઘણા મહત્વપૂર્ણ બિલ પણ લાવી છે. આ એવા કાયદા છે, જે વિકસિત ભારતની સિદ્ધિ માટે મજબૂત પહેલ છે. ફોજદારી ન્યાય વ્યવસ્થા હવે ઈતિહાસ બની ગઈ છે.’
#WATCH | President Murmu says, "The government is building modern infra on our borders. Our Forces giving befitting reply to terrorism and expansionism. The meaningful results of my government's efforts for internal peace are in front of us. There is an atmosphere of security and… pic.twitter.com/2ChdHY4QEx
- Advertisement -
— ANI (@ANI) January 31, 2024
રાષ્ટ્રપતિના અભિભાષણની મહત્વપૂર્ણ વાતો
– આ નવા સંસદ ભવનમાં મારૂ પહેલું ભાષણ છે. આઝાદીના અમૃતકાળની શરૂઆતમાં આ ભવ્ય ભવન બનાવવામાં આવ્યું. જ્યાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ઝલક જોવા મળે છે. ભારતની સભ્યતા અને સંસ્કૃતિની ચેતના રહેલી છે. જેમાં આપણી લોકતાંત્રિક અને સાંસદીય પરંપરાઓના સમ્માનનું વચન પણ છે.
– આ આપણા સંવિધાનમાં લાગુ થવાનું 75મું વર્ષ છે. આ કાર્યકાળમાં આઝાદીના 75માં વર્ષનો ઉત્સવ, અમૃત મહોત્સવ પણ સંપન્ન થયો. દેશને પોતાના ગુમનામ સંવતંત્રતા સેનાનીઓને યાદ કર્યા. 75 વર્ષ પછી યુવા પેઢીને સાચી રીતે સ્વતંત્રતા સંગ્રામના એ સમયને ફરીથી જીવ્યો.
– મારી માટી, મારો દેશ અભિયાન હેઠળ, દેશભરના દરેક ગામની માટીની સાથે અમૃત કળશ દિલ્હી લાવવામાં આવ્યા. 2 લાખથી વધારે શિલાન્યાસ સ્થાપિત કરવામાં આવ્યા. 3 કરોડથી વધારે લોકોએ પંચપ્રાણની શપથ લીધી. 70 હજારથી વધારે અમૃત સરોવર બનાવવામાં આવ્યા.
– દુનિયામાં ગંભીર સંકટોની વચ્ચે ભારત સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે. સતત 2 ક્વાર્ટરમાં ભારતનો વિકાસ દર 7.5 ટકાથી ઉપર છે. ભારત ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પહેલો દેશ બન્યો.
– રામ મંદિરના નિર્માણની ઇચ્છા દશકાઓથી હતી. આજે એ સાકાર થયું. જમ્મૂ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાને લઇને શંકાઓ હતી. આજે એ ઇતિહાસ બની ચૂક્યો છે. આ સંસદે ત્રણ તલાકના સામે કડક કાયદો બનાવ્યો.
– મારી સરકારે વન રેન્ક વન પેન્શનને સ્કિમ લાગુ કરી, જેની રાહ ઘણ વર્ષોથી હતી. ઓરઓપી લાગુ કર્યા પછી અત્યાર સુધીના પૂર્વ સૈનિકોને લગભગ 1 કરોડ રૂપિયા મળી ચૂક્યા છે. ભારતીય સેનામાં પહેલીવાર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણુંક કરવામાં આવી છે.
– ભારતની નિકાસ 450 બિલિયન ડોલરથી વધઈને 775 બિલિયન ડોલર થી પણ વધારે છે, પહેલાની તુલનામાં એફડીઆઇ બે ગણું થયું છે. ખાદી અને ગ્રામોદ્યોગના ઉત્પાદનોનું વેચાણ 4 ગણું વધ્યું છે.
– મારી સરકારે સુશાસન અને પારદર્શકતાને દરેક વ્યવસ્થાના મુખ્ય આધાર બનાવ્યો છે. આ દરમ્યાન દેશે ઇન્સોલ્વેંસી અને બેંકરપ્ટી કોડ મળ્યો છે. દેશના જીએસટીના રૂપમાં એક ટેક્સ કાયદો લાગુ થયો.
#WATCH | President Murmu speaks on the potential of India's growing tourism sector
"Tourism is a sector that provides employment opportunities to the youth. A record number of tourists are reaching the northeast region. There is excitement among people about the Andaman Islands… pic.twitter.com/6ugt4VzHwU
— ANI (@ANI) January 31, 2024
– ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં ડિફેન્સ કોરિડોર વિકસાવવામાં આવ્યા. મારી સરકારે ડિફેન્સ સેકટરમાં ખાનગી ક્ષેત્રની વધતી ભાગીદારી સુનિશ્ચિત છે. સ્પેસ સેક્ટરને પણ આપણી સરકારના યુવા સ્ટાર્ટઅપને માટે ખોલ્યા છે.
– ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ કરવાની સરળતા સતત સુધરો થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં 40,000 થી વધુ જટિલતાઓને દૂર કરવામાં આવી છે અથવા તેને સરળ બનાવવામાં આવી છે.
કંપની એક્ટ અને લિમિટેડ લાઇબિલિટી પાર્ટનરશિપ એક્ટમાં 63 એક્ટને ગુનાની યાદીમાં દાખલ કરવામાં આવ્યા.