ખાસ-ખબર સંવાદદાતા
પરિક્રમાને ઘ્યાને રાખીને તા. 4 થી 8 નવેમ્બર સુધી લીલી પરિક્રમા યોજાનાર છેે.ત્યારે લીલી પરિક્રમામાં આવતા ભાવિકોને મુશ્કેલી નપડે તે માટે વધારાની ટ્રેન દોડાવવા તેમન અન્ય ટ્રેનમાં વધારના કોચ લગાવવા રેલવેએ તંત્ર નિર્ણય કર્યો છે. મુસાફરોની સુવિધા માટે જૂનાગઢ અને કાંસીયા નેસ સ્ટેશન વચ્ચે 1 નવેમ્બરથી 8 નવેમ્બર દરમિયાન મેળા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. જ્યારે 14 ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે.મેલા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી 11:10 કલાકે ઉપડશે અને 13:20 કલાકે કાંસીયા નેસ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે વળતી દિશામાં મેળા સ્પેશિયલ ટ્રેન કાંસીયા નેસ સ્ટેશનથી 13:40 કલાકે ઉપડશે અને જૂનાગઢ સ્ટેશને 16:00 કલાકે પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં તોરણીયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર અને સતાધાર સ્ટેશન પર ઉભી રહેશે. જ્યારે બ્રોડગેજ લાઇન પર દોડતી ટ્રેન નંબર 22957/ 22958/ 19119/ 19120 વેરાવળ – અમદાવાદ – વેરાવળ, ટ્રેન નંબર 19207/ 19208 વેરાવળ – પોરબંદર – વેરાવળ, ટ્રેન નંબર 09514 / 09515 / 09522 / 09521 વેરાવલ- રાજકોટ વેરાવલ અને મીટર ગેજ લાઇન પર દોડતી ટ્રેન નંબર 09539/ 09540 અમરેલી – જૂનાગઢ – અમરેલી અને ટ્રેન નંબર 09531 / 09532 જૂનાગઢ – દેલવાડા – જૂનાગઢ ટ્રેનોમાં ઉપલબ્ધતા મુજબ વધારાના કોચ લગાવવામાં આવશે.
પરિક્રમાને ધ્યાને લઇ વધારાની ટ્રેનો દોડશે
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/11/1008897-indian-railway-irctc.jpg)