વંથલી પોલીસે 8 માસ પહેલાં 19.38 લાખની બોટલો ઝડપી હતી
વંથલી પાસે ગોડાઉનમાંથી 19375 આયુર્વેદિક બોટલ કબ્જે કરી હતી
- Advertisement -
ત્રણ શખ્સોને ઝડપી, કુલ પાંચ શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ નશીલા પદાર્થનું ગેરકાયદેસર વેંચાણ કરનાર સામે કડક હાથે કામગીરી કરવાની સૂચના અપાતા જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયા માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા દ્વારા જિલ્લા ભરમાં નશા મુક્તિ અભિયાન ચાલી રહ્યું છે.ત્યારે વંથલી પીએસઆઇ વાય.બી.રાણા.એ ગત તા.19 જુલાઈના રોજ વંથલીની વાલિયા સિમના ગોડાઉન માંથી નશાકારક આર્યુવેદીકની દવાની 19357 બોટલ જેની કી,રૂ.19.37,550 ઝડપી પાડી હતી ત્યાર બાદ ઊંડાણ પૂર્વક તપાસ થતા આ આયુર્વેદિક બોટલમાં ઇથાઇલ આલ્કોહોલ ભેળવીને ગેરકાયદેસરનો ગોરખધંધાનો 9 મહિને પર્દાફાશ થયો હતો જેમાં 3 ઈસમોને ઝડપી કુલ પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. વંથલીની વાલીયા સીમમાં આસીફ મહમદ અમરેલીયાની વાડીમાં ગત તા.19-7-24ના પોલીસે દરોડો પાડી 19,375 નંગ નશાકારક આર્યુવેદ બોટલ પકડી હતી. પોલીસે આસીફ મહમદ અમરેલીયાને પકડી પુછપરછ કરતા તેને આ બોટલ રાજકોટ રહેતા પોતાના જમાઇ અબ્દુલકાદીર મજીદ મુલતાનીએ ચોરી છુપીથી વેંચાણ કરવા મોકલી હોવાનું શખ્સ ટ્રકમાં લઇને આવ્યો હતો. પોતે તથા સુધેર યુસુફ ગબરને વેચવા કહ્યુ હતુ.
પોલીસે આ શખ્સોના નિવેદન લઇ તપાસ કરતા પોલીસે કબ્જે કરેલી નશાકારક આયુર્વેદ બોટલ પર શ્રી આયુર્વેદિક હેલ્થકેર કંપનીનું નામ હતુ તે કંપની બંધ થઇ ગઇ છે છતા આ શખ્સોએ તે નામની બનાવટી સીરપ બનાવી હતી અને તના પર બનાવટી સ્ટીકર તેમજ લાયન્સસ નંબર પણ લગાવ્યો હતો. શ્રી આયુર્વેદીક હેલ્થકેર પાસે લાયસન્સ નંબર લખી નાખ્યા હતા. આ તમામ આયુર્વેદના નામે વેચાતી બોટલમાં સીધો જ ઇથાઇલ આલ્કોહોલ નાખી હર્બલ પીણાના નામે વેચાણ કરતા હતા. આ અંગે વંથલી પોલીસ સ્ટેશનના એએસઆઇ નથુભાઇ રામશીભાઇ વાઢેરે વંથલીના આસીફ મહમદ અમરેલીયા, સુધેર યુસુફ ગરબ, રાજકોટનો અબ્દુલકાદીર મજીદ મુલતાની, અબ્બાસ કાથડ રાઉમા અને ફીરોજ અશરફ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપીંડી સહિતની કલમ મુજબ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.