ચીનમાં અજીબો-ગરીબ રીતે સંક્રમણ વધતા નિમોનિયાનો પ્રકોપની વચ્ચે બાળકોમાં શ્વાસની સમસ્યા ઝડપથી વધી રહી છે. જેની સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. જેની વચ્ચે બાળકોના ભણતરને નુકસાન ના પહોંચે, તેના માટે હોસ્પિટલમાં વિશેષ હોમવર્ક ઝોન બનાવવામાં આવ્યા છે. જ્યાં બાળકોને ભણવા કે હોમવર્ક કરવા માટે ટેબલ અને ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી છે.
કોવિડ-19 પ્રતિબંધ હટયા પછી ચીનમાં પેલી ઠંડીની ઋતુ છે. જેની વચ્ચે બાળકોમાં શ્વાસ સંબંધી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. જેથી રાજધાની બીજિંગ અને તેના આસપાસના શહેરોની હોસ્પિટલ વધારે પ્રભાવિત થઇ છે. જો કે, વધતા કેસોને જોતા નવા વાયરસનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સ્વાસ્થય અધિકારીઓએ જણાવ્યું કે, આ કોઇ નવો વાયરસ નથી. ઇન્ફ્લૂએન્ઝા, રાઇનોવાયરસ, રેસિ્પરેટરી સિંકાઇટિયલ વાયરસ તેમજ આરએસવીની સાથે આઇક્રોૌપ્લાઝમા નિમોનિયાને બેકટેરિયા જોડાવાથી ફેફસા સંક્રમિત થઇ રહ્યા છે.
- Advertisement -
સારવાર દરમ્યાન હોમવર્ક કરતા જોવા મળ્યા બાળકો
સોશ્યલ મીડિયા પર હોસ્પિટલમાં બાળકોને હોમવર્ક કરતા ઇન્ટ્રોવેનલ ડ્રિલ્સ જોતા જોવા મળ્યા હતા. જ્યારે, સીસીટીવી ફુટેજમાં જોવા મળી રહ્યું છે કે, થોડા મોટા બાળકો ભણવા માટે ટેબલ અને ખુરશી આપવામાં આવી છે. આ દરમ્યાન બાળકોને માસ્ક પહેરીને હોમવર્ક કરતા જોવા મળી રહ્યા છે. જયારે બિમાર બાળકોને બીજા રૂમમાં રાખવામાં આવ્યા છે.
મીડિયાની વાત કરતા એક બાળકના પિતાએ કહ્યું કે, મારા બાળકને આ પરિસ્થિતિમાં પોતાનું હોમવર્ક કરવું પડી રહ્યું છે. જો આવું ના કરવામાં આવે તો તબિયતની સારવાર પછી તેમને સ્કુલે મોકલવામાં આવે તો તે પાછળ રહી જાય, અને વધુ હોમવર્ક કરવું પડે. કેટલીક હોસ્પિટલોમાં બાળકોને હોમવર્ક માટે એક અલગ રૂમની વ્યવસ્થઆ પણ આપવાામાં આવી છે.