- ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલું આ બંદર વેપારના સૌથી મોટા કેન્દ્રોમાંનું એક ઈઝરાયેલનું હાઈફા પોર્ટ
એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની પકડ સમગ્ર વિશ્વમાં વધી રહી છે. તેમની કંપની અદાણી પોર્ટ્સ પહેલેથી જ ભારતની સૌથી મોટી પોર્ટ ઓપરેટર છે. હવે અદાણી પોર્ટ્સનો વ્યાપ દેશની સરહદની બહાર જવાનો છે. ગૌતમ અદાણીની કંપની ઈઝરાયેલના સૌથી મહત્વપૂર્ણ બંદરોમાંના એક હાઈફા પોર્ટને લગભગ રૂ. 9,500 કરોડમાં લીઝ પર લેવા જઈ રહી છે. ખુદ ઈઝરાયેલ સરકારે આની જાહેરાત કરી છે અને ગૌતમ અદાણીએ પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે.
ઇઝરાયેલનું આ મહત્ત્વનું બંદર ભૂમધ્ય સમુદ્ર કોસ્ટ પર આવેલું છે અને તેનું ખૂબ જ ઐતિહાસિક મહત્વ છે. હાલમાં, ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલું આ બંદર વેપારના સૌથી મોટા કેન્દ્રોમાંનું એક છે. ઈઝરાયેલે જણાવ્યું કે ભારતીય કંપની અદાણી પોર્ટ્સ અને સ્થાનિક કેમિકલ અને લોજિસ્ટિક્સ કંપની ગેડોટ સાથે મળીને આ પોર્ટ ખરીદવા જઈ રહી છે. બંનેએ મળીને 4.1 બિલિયન શેકેલની બિડ કરી હતી, જે સૌથી મોટી હોવાનું જાણવા મળ્યું હતું. શેકેલ્સ ઇઝરાયેલનું સત્તાવાર ચલણ છે. જો તમે આ રકમને કન્વર્ટ કરો છો, તો તે લગભગ $1.18 બિલિયન એટલે કે લગભગ 9,429 કરોડ રૂપિયા થાય છે.
- Advertisement -
ગૌતમ અદાણીએ મધરાત્રે ટ્વિટ કરું શું કહ્યું ?
ગૌતમ અદાણીએ ગુરુવારે મોડી રાત્રે ટ્વીટ કરીને આ માહિતી આપતાં ખુશી વ્યક્ત કરી હતી. તેમણે પોસ્ટ કર્યું, ‘મારા પાર્ટનર ગેડોટ સાથે ઈઝરાયેલના હાઈફા પોર્ટના ખાનગીકરણ માટે ટેન્ડર જીતવા માટે ઉત્સાહિત છું. તે બંને દેશો માટે વ્યૂહાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. હાઈફામાં હોવાનો ગર્વ છે, જ્યાં ભારતીયોએ 1918માં લશ્કરી ઈતિહાસમાં સૌથી અદભૂત કેવેલરી ચાર્જનું નેતૃત્વ કર્યું હતું.
- Advertisement -
2054 સુધી પોર્ટ સંભાળશે અદાણી
ઈઝરાયેલનો લગભગ 98 ટકા વેપાર દરિયાઈ માર્ગે થાય છે. સરકાર આર્થિક વૃદ્ધિ જાળવી રાખવા માટે આ ક્ષેત્રમાં સતત સુધારો કરી રહી છે. તાજેતરના સમયમાં પાડોશી આરબ દેશો સાથે ઈઝરાયેલના સંબંધો સુધર્યા છે. આનાથી અદાણીની સાથે સાથે ઈઝરાયેલને પણ ફાયદો થશે, કારણ કે હાઈફા આરબ દેશો સાથેના વેપાર માટે સૌથી મહત્વપૂર્ણ સ્થાન પર છે. ડીલ પછી, હાઈફા પોર્ટે કહ્યું કે નવું જૂથ 2054 સુધી તેની કામગીરી સંભાળશે. પોર્ટે એમ પણ કહ્યું હતું કે તેને મળેલી બિડ અપેક્ષા કરતાં ઘણી વધારે હતી.
Delighted to win the tender for privatization of the Port of Haifa in Israel with our partner Gadot. Immense strategic and historical significance for both nations! Proud to be in Haifa, where Indians led, in 1918, one of the greatest cavalry charges in military history! pic.twitter.com/Bc1xbe8Olc
— Gautam Adani (@gautam_adani) July 14, 2022
ઇઝરાયેલના નાણા પ્રધાને શું કહ્યું ?
ઇઝરાયેલના નાણા પ્રધાન એવિગડોર લિબરમેને જણાવ્યું હતું કે, “હાઇફા પોર્ટના ખાનગીકરણથી બંદરો પર સ્પર્ધા વધશે અને જીવન ખર્ચમાં ઘટાડો થશે.”
લગભગ બે વર્ષની ટેન્ડર પ્રક્રિયા બાદ ગડોત અને અદાણીને આ સફળતા મળી છે. ઇઝરાયલને આશા છે કે, અદાણીને પોર્ટના ખસેડવાથી આયાતની કિંમતમાં ઘટાડો થશે અને લાંબા સમયથી રાહ જોવાના સમય માટે કુખ્યાત ઇઝરાયેલના બંદરોની છબી સુધરશે.
રોઇટર્સના અહેવાલ મુજબ, આ ડીલ હેઠળ અદાણી પોર્ટ્સ પાસે આ પોર્ટમાં 70 ટકા હિસ્સો હશે. તે જ સમયે, સ્થાનિક કંપની હાઈફા પાસે બાકીનો 30 ટકા હિસ્સો હશે. આ પોર્ટની માલિકી મળ્યા બાદ અદાણી ચીન સાથે સીધી હરીફાઈ કરશે. ચીનની કંપની શાંઘાઈ ઈન્ટરનેશનલ પોર્ટ ગ્રુપ દ્વારા સંચાલિત આ ખાડીની નજીક તાજેતરમાં એક નવું બંદર શરૂ થયું છે.