નવા માઇલ સ્ટોન સાથે ઉંચે ચઢતો ગ્રોથ અને કામકાજમાં જંગી વૃદ્ધિ
-નાંણાકીય વર્ષ2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળા-ચ1 ઋઢ23માં એપીસેઝએ માત્ર 99 દિવસમાં 100 મિલીયન મેટ્રીક ટન ( ખખઝ) કાર્ગો હેન્ડલ કર્યો
-નાંણાકીય વર્ષ2021-22માં 100 મીલીયન મેટ્રીક ટન (ખખઝ) કાર્ગો હેન્ડલ કરતાં 109 દિવસ લાગ્યા હતા
ક્ધટેનરમાં વધારો, કોલસો, મિનરલ્સ અને ક્રુ઼ડ ઓઉલના જંગી વોલ્યુમને પગલે કામકાજમાં મોટેપાયે વૃદ્ધિ, સાથે ઓપરેશનલ કાર્યક્ષમતા પણ વધારાનું એક કારણ
– રેકોર્ડ કોર્ગો હેન્ડલ કરવા માં મુંદ્રા મોખરે, તેના પછીના સ્થાને હજીરા, કટુપલ્લી , એન્નોર અને દહેજ
તેનું પ્રથમવાર નાંણાકિયા વર્ષ 2014(ઋઢ14)માં 100 મીલીયન મેટ્રીક ટન (ખખઝ) કાર્ગો હેન્ડલ કર્યો હતો
- Advertisement -
ભારતની સર્વોચ્ચ સંકલિત પરિવહન સેવા પૂરી પાડતા અદાણી પોર્ટસ એન્ડ એસઇઝેડે ચાલુ 2022-23ના પ્રથમ ત્રિમાસિક સમયગાળાના ફકત 99 દિવસમાં તા.8 જૂલાઇ-2022ના દિવસે 100 મિલીઅન મેટ્રીક ટન કાર્ગોનું વિક્રમી પરિવહન કરીને બંદરીય કારોબારમાં નવો કીર્તિમાન હાંસલ કર્યો છે.
ગત વર્ષે 109 દિવસમાં અદાણી પોર્ટસ એન્ડ સેઝે પરિવહન કરેલ 100 મિલીઅન મેટ્રિક ટન કાર્ગોના સમયગાળામાં 10 દિવસના ઘટાડાની તુલના કરતા પોર્ટ ખાતે પરિવહન સંચાલનની કાર્યક્ષમતામાં મહત્વનો સુધારો થયાનું ફલિત થાય છે.
પ્રણાલિકાગત વેપાર પ્રક્રિયાઓને નવા યુગની ડિજિટલ તકનીકો સાથે સાંકળવા માટે ટેકનોલોજી-આધારિત નવા અભિગમનો ઉપયોગ કરીને અદાણી પોર્ટ અને સેઝે 2025 સુધીમાં 500 મિલીઅન મેટ્રીક ટન કાર્ગો થ્રુપુટ હાંસલ કરવા માટેનું લક્ષ્ય નક્કી કર્યું છે.કંપનીના કાર્ગો હાઈપોઈન્ટને ઉત્તેજન આપનારા મુખ્ય કેટલાક પરિબળોમાં ફ્લીટ અને ફ્યુઅલ મેનેજમેન્ટ, એસેટ મોનિટરિંગ, કામગીરીઓનું ડિજિટલાઈઝેશન, મોબીલિટી, ઓપરેશનલ ઈન્ટેલિજન્સ અને એપ્લિકેશન્સ તથા કામગીરીના મોનિટરિંગના કારણે કાર્યક્ષમતામાં આવેલ નોંધપાાત્ર સુધારાનો સમાવેશ થાય છે.
એપીએસઇઝેડના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણકાલિન ડાયરેકટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે દુનિયાની વિરાટ પોર્ટ કંપની અને 2030 સુધીમાં ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન સેવા પૂરી પાડનાર કંપની તરીકે ઉભરી આવવાની મહાત્વાકાંક્ષા 2021માં વ્યક્ત કરી હતી. જ્યારે કંપનીની બંદરીય કામગીરીનો વ્યાપ પાંચ બંદરોમાં ફેલાયેલો છે ત્યારે વાર્ષિક 100 મિલીઅન મેટ્રિક ટન કાર્ગો થ્રુપુટનું લક્ષ્ય હાંસલ કરતા 14 વર્ષ લાગ્યા હતા. એ પછીના પંચ વર્ષમાં સમગ્ર નવ બંદરોના સંચાલન સાથે એપીએસઇઝેડે 200 મિલીઅન મેટ્રિક ટન કાર્ગોનું થ્રુપુટ હાંસલ કર્યું હતું. ત્યારે અમે ફક્ત 3 વર્ષમાં 300 મિલીઅન મેટ્રિક ટન કાર્ગોનું સિમાચિહ્ન હાંસલ કર્યું હતું. હવે અમે 2025માં અમારા કાર્ગો વોલ્યુમમાં 60 ટકાની વૃધ્ધિ કરવા અને 2030 સુધીમાં દુનિયાના સૌથી મોટા પોર્ટ ઓપરેટર તરીકે ઉભરી આવવા સજ્જ છીએ. એમ તેમણે કહયું હતું.
- Advertisement -
જૂન-2022માં અદાણી પોર્ટ એન્ડ સેઝે માસિક સૌથી વધુ 31.88 મિલીઅન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કર્યો હતો. જે 12 ટકાનો ઢ-જ્ઞ-ઢ કૂદકો હતો. ગત વર્ષથી કોલસાના વોલ્યુમમાં મજબૂત રીકવરી દર્શાવી છે. કોલસાના વોલ્યુમમાં ગયા વર્ષની સરખામણીમાં 25%ની મજબૂત રિકવરી ચાલુ રહી છે. ગત વર્ષની સરખામણીમાં અન્ય મુખ્ય ક્ષેત્રોનો આ માસિક ઉછાળામાં યોગદાન રહ્યું છે તેમાં ક્રૂડ 17% અને ક્ધટેનર 6% છે.મુંદ્રા પોર્ટે માસિક 21%ના વોલ્યુમની વૃદ્ધિ સાથે આ વિક્રમરુપ સિધ્ધિમાં શિરમોર યોગદાન આપ્યું છે. એ પછીના ક્રમે હજીરા, કટ્ટુપલ્લી અને એન્નોર સંયુક્ત રીતે અને દહેજ રહ્યા છે.