ગ્રીન હાઇડ્રોજન: ભાવિ શૂન્ય કાર્બન તરફનું અંતિમ ચરણ
ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવા અને તે માટે સીધા સંકલન દ્વારા તેને મહત્તમ કરવાની ગ્રીન હાઇડ્રોજનના વ્યાપક સ્વીકાર માટે મહત્વના પરામર્શ મારફત હાકલ કરે છે
ખાસ-ખબર સંવાદદાતા
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ઠઊઋ કશક્ષસ ની 54મી વાર્ષિક બેઠક માટે ખર્ચમાં ઘટાડો, નેટ શૂન્ય તરફના રસ્તા પર ગ્રીન હાઇડ્રોજનનો લાભ મેળવવાની ચાવી, શીર્ષક હેઠળ કરેલા તેમના બ્લોગમાં ભારત જેવા દેશો માટે નેટ ઝીરો ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવા માટે ગ્રીન હાઈડ્રોજનના મહત્વ પર ભાર મૂક્યો છે. વિશ્ર્વ સ્વચ્છ અને રીન્યુએબલના ભવિષ્ય તરફ સંક્રમણ કરવા ઇચ્છે છે ત્યારે અશ્મિભૂત ઇંધણ (ફોસિલ ફ્યુઅલ)ના મુખ્ય વિકલ્પ તરીકે ગ્રીન હાઇડ્રોજનની કાર્યક્ષમતા અને સંભવિતતાઓને અદાણીએ પ્રતિબિંબિત કરી છે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વેબસાઈટ ઉપર પ્રકાશિત થયેલા આ બ્લોગમાં પર્યાવરણ તેમજ ભારતના વિકાસ માટે ગ્રીન હાઈડ્રોજનના લાભોની નોંધ લેવામાં આવી છે. શૂન્ય-ઉત્સર્જન સાથે સ્વચ્છ ઇંધણ તરીકે ગ્રીન હાઇડ્રોજનની કાર્યક્ષમતા ઉપર તે પ્રકાશ પાડે છે. સમગ્ર વિશ્ર્વમાં કાર્બન તટસ્થતાના સ્વપ્નને સાકાર કરવાની ગ્રીન હાઇડ્રોજન ચાવી ધરાવશે. સંભવિત ઉર્જા સંગ્રહના માધ્યમ તરીકે હાઇડ્રોજનની ઓળખ છે અને માત્ર કચરાના ઉત્પાદન તરીકે પાણી સાથે બળતણ કોષોમાં વીજળી પેદા કરી શકે છે.
આથી તેની સંભવિતતાને સંપૂર્ણ રીતે સાકાર કરવા માટે ઉત્પાદનની કિંમત ઘટાડવા, વિવિધ નીતિ સહાયક પગલાં અને ગ્રીન હાઇડ્રોજનને પોષણક્ષમ બનાવવા માટે પુરવઠાની સમગ્ર શ્રેણીને સમાવીને વર્ટિકલ ઇન્ટિગ્રેશનનો અભિગમ અપનાવવા માટે તેના વ્યાપક સ્વીકારના મહત્વ પર બ્લોગમાં ભાર મૂકવામાં આવ્યો છે. પશ્ર્ચાત સંકલન ધરાવતી કંપનીઓ જ વિશ્ર્વને પોસાય તેવા હરીત અણુઓ પૂરા પાડવા સક્ષમ હશે. તેની વ્યાપક સ્વીકાર્યતા માટે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનની વર્તમાન પ્રતિ કિલો 3-5 કિંમત ઘટીને પ્રતિ કિલો 1/ થવી જોઈએ.
નીતિ ઘડનારાઓ અને ઉદ્યોગના હિસ્સેદારો માટે વિકસતા ઉર્જા સ્ત્રોતો અને તેના પ્રસ્તુત પડકારો તેમજ તકોને નેવિગેટ કરવા ઉપર પ્રતિબિંબ પાડી આ બ્લોગ રોડમેપ પૂરો પાડે છે. આવતીકાલના ઉર્જા લેન્ડસ્કેપને આકાર આપવામાં ગ્રીન હાઇડ્રોજન જે ભૂમિકા ભજવી શકે છે. અભ્યાસુઓને તેની ગહન સમજણ મેળવવા માટે બ્લોગની લીંક પણ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની સાઇટ ઉપર ઉપલબ્ધ છે તેવું અંતમાં જણાવ્યું હતું.