દુનિયાના સૌથી અમીર ભારતીય ગૌતમ અદાણીના જૂથે નાણાકીય શોધ કરતી કંપની હિંડનબર્ગના રિસર્ચ રિપોર્ટ પર વળતો જવાબ આપ્યો છે. 413 પેજના આ જવાબમાં અદાણી સમૂહે કહ્યું કે આ ફક્ત અદાણી ગ્રુપ પર ગંભીર આરોપો નથી ભારત તેની સંસ્થાઓ અને વિકાસની ગાથા પર સુનોયોજિત હુમલો છે. વધુમાં સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે આરોપ તદ્દન ખોટા છે. રિપોર્ટ જુઠ્ઠું બજાર ઊભું કરવા તેમજ નાણાકીય હેતુ સિદ્ધ કરવાના ઈરાદાથી પ્રેરિત છે, કારણ કે આવા આરોપથી અમેરિકા ફર્મને લાભ મળી શકે છે.
અદાણી જૂથે કહ્યું
અદાણી જૂથે કહ્યું કે આ માત્ર કોઈ વિશિષ્ટ કંપની પરનો અયોગ્ય હુમલો નથી, પરંતુ ભારતની સ્વતંત્રતા, અખંડિતતા અને ગુણવત્તા તેમજ ભારતીય વિકાસની ગાથા અને મહત્વાકાંક્ષા પર સુનિયોજિત હુમલો છે.
- Advertisement -
હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ
તમને જણાવી દઈએ કે અમેરિકાના હિંડનબર્ગ રિસર્ચ એલએલસીએ 25 જાન્યુઆરીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપની તમામ મોટી લિસ્ટેડ કંપનીઓ પર ઘણું દેવું છે. આ સાથે હિંડનબર્ગે એમ પણ કહ્યું હતું કે તમામ કંપનીઓના શેર જૂથ 85 ટકાથી વધુ ઓવરવેલ્યું પણ બતાવ્યા હતા.
Adani attacks Hindenburg as "an unethical short seller"
Read more At: https://t.co/p6DU43BdNP#business #BusinessNews #GautamAdani pic.twitter.com/6XyZ7Ff9O8
- Advertisement -
— ANI Digital (@ani_digital) January 29, 2023
ગૌતમ અદાણીના નેટવર્થમાં 10%નો ઘટાડો થયો
રિપોર્ટના કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં 2 દિવસમાં લગભગ 10ટકાનો તોતિંગ ઘટાડો થયો છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર અદાણીને નેટવર્થમાં 1.32 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જેના કારણે અદાણી અમીરોની યાદીમાં ચોથા નંબરથી સીધા જ સાતમા ક્રમે આવી ગયા છે. તેમની સંપત્તિ 25 જાન્યુઆરીએ 9.20 લાખ કરોડ રૂપિયા હતી જે શુક્રવારે ઘટીને 7.88 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી.
હિંડનબર્ગના રિપોર્ટનો અદાણી ગ્રુપનો જવાબ
તમને જણાવી દઈએ કે, શુક્રવારે અદાણી ગ્રૂપે હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટને વખોડતા કહ્યું હતું કે આ રિપોર્ટમાં કોઈ તથ્ય આધારિત વિગતો નથી. આ જાણકારી અદાણી એક્ઝિક્યુટિવ્સના કોન્ફરન્સ કોલમાં ભાગ લેનારા બ્રાન્ડહોલ્ડર્સને આપી હતી