ગ્રીન હાઇડ્રોજનને કેન્દ્રબિંદુમાં રાખીને
આ નવી ભાગીદારી ભારતમાં અને દુનિયાના ઊર્જાના લેન્ડસ્કેપમાં બદલાવ લાવશે
ખાસ-ખબર સંવાદદાતા
ભારતના અદાણી ઔદ્યોગિક સમૂહ અને ફ્રાન્સની ટોચની ઉર્જા કંપની ટોટલ એનર્જીસે દુનિયાની વિરાટકાય ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમના સંયુક્ત નિર્માણ માટે સમજૂતી સાધી છે. આ વ્યુહાત્મક જોડાણમાં અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (અઊક)માંથી ટોટલ એનર્જીસ અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિ. (અગઈંક)માંનો 25 ટકા લઘુત્તમ હિસ્સો હસ્તગત કરશે. ગ્રીન હાઇડ્રોઝનને કેન્દ્રબિંદુમાં રાખીને આ નવી ભાગીદારી ભારતમાં અને દુનિયાના ઉર્જાના લેન્ડસ્કેપમાં બદલાવ લાવશે.
- Advertisement -
અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિ. (અનિલ) વાર્ષિક 1 મિલીઅન ટન ગ્રીન હાઇડ્રોઝન અને તેને આનુસાંગિક ઇકોસિસ્ટમના વિકાસ માટે શરુઆતના તબક્કે 28 બિલિઅન યુએસ ડોલરના રોકાણ સાથે આગામી 10 વર્ષમાં 50 બિલીઅન ડોલરનું રોકાણ કરશે. અદાણી અને ટોટલ એનર્જીસ બંન્ને મહારથીઓ ઉર્જા સંક્રમણ અને સ્વચ્છ ઉર્જા અપનાવવાના પાયાની ભૂમિકામાં અગ્રેસર છે. તેથી આ સંયુક્ત ઊર્જા પ્લેટફોર્મ બંને કંપનીઓ દ્વારા કરવામાં આવેલી જાહેર ઊજૠ પ્રતિબદ્ધતાઓને વધુ તાકાતવાન બનાવે છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી-ટોટલ એનર્જીસ વચ્ચેના સંબંધોનું વ્યૂહાત્મક મૂલ્ય વ્યાપાર અને મહત્વાકાંક્ષા એમ બંને કક્ષાએ અપાર છે. વિશ્વમાં સૌથી મોટા ગ્રીન હાઇડ્રોજન પ્લેયર બનવાની અમારી સફરમાં, ટોટલએનર્જીસ સાથેની ભાગીદારી સંશોધન અને વિકાસ, બઝારની પહોંચ અને આખરી ગ્રાહક માટેની સમજૂતિ સહિતના અનેક પરિમાણો ઉમેરે છે. આ ભાગીદારી મૂળભૂત રીતે અમને બજારની માગને આકાર આપવા માટે મોકળાશ આપે છે. વિશ્વના સૌથી ઓછા ખર્ચે ઈલેક્ટ્રોનનું ઉત્પાદન કરવાની અમારી ક્ષમતા ઉપર અમારો મજબૂત ભરોસો અમને વિશ્વના સૌથી ઓછા ખર્ચે ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરવાની અમારી ક્ષમતાને આગળ દોરી જશે. આ ભાગીદારી અનેક આકર્ષક સ્ત્રાવ માર્ગોને ખોલશે.
ટોટલ એનર્જીના ચેરમેન અને સીઇઓ પેટ્રિક પોઉયાને જણાવ્યું હતું કે, અમારી રિન્યુએબલ અને ઓછા કાર્બન હાઇડ્રોજનની વ્યૂહરચના અંતર્ગત અમે 2030 સુધીમાં અમારી યુરોપીયન રિફાઇનરીઓમાં વપરાતા હાઇડ્રોજનને ફક્ત ડીકાર્બોનાઇઝ કરવા જ નહીં, પરંતુ આ દાયકાના અંત સુધીમાં બઝારમાં ઉછાળો આવે તો માગને પહોંચી વળવા ગ્રીન હાઇડ્રોજનના વિશાળ પાયે ઉત્પાદનમાં પણ અગ્રેસર બની રહેવા માગીએ છીએ.
- Advertisement -
આ જોડાણમાં એક તરફ અદાણી ઉદ્યોગ સમૂહનો ભારતીય બજારનો ગહન અનુભવ અને જ્ઞાન,ઝડપી અમલીકરણની ક્ષમતાઓ, શ્રેષ્ઠ કામગીરીના અનુભવનું ભાથું અને મૂડી વ્યવસ્થાપનની ફિલસૂફીનો ફાયદો આ ભાગીદારીમાં લાવશે, જ્યારે બીજા ભાગીદાર ટોટલએનર્જીસની ધિરાણ ખર્ચ ઘટાડવા સંબંધી વૈશ્વિક અને યુરોપીયન બજારની તેની ઊંડી સમજણ, ધિરાણ વૃદ્ધિ અને નાણાકીય તાકાત અને ટેકનોલોજી અંતર્ગત નિપુણતા ઉપરની તેની ફાવટ એમ બે પ્લેટફોર્મ વચ્ચેનો તાલમેલ વૈશ્વિક રીતે એક મહત્વની ભૂમિકા ભજવશે.
ભાગીદારોની પૂરક શક્તિઓ વિશ્વની સૌથી મોટી ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિ.ને પહોંચાડવામાં મદદ કરશે, તેનો લાભ ગ્રાહકને ગ્રીન હાઇડ્રોજન સૌથી ઓછી કિંમતે પહોંચાડવામાં મળશે અને વૈશ્વિક ઉર્જા સંક્રમણને વેગ આપવામાં મદદ કરશે. અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિ.માં આ રોકાણ સાથે અદાણી પોર્ટફોલિયો અને ટોટલ એનર્જી વચ્ચેનું આ વ્યૂહાત્મક જોડાણ હવે એલએનજી ટર્મિનલ્સ, ગેસ યુટિલિટી બિઝનેસ, રિન્યુએબલ એસેટ્સ અને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનને આવરી લે છે. આ ભાગીદારી ભારતને ઉદ્યોગ, વીજ ઉત્પાદન, ગતિશીલતા અને કૃષિમાં ડીકાર્બોનાઇઝેશનની પ્રક્રીયાને આગળ ધપાવવા સાથે જલવાયુ પરિવર્તનને ઘટાડીને અને સ્વતંત્ર ઊર્જા સુનિશ્ચિત કરીને આર્થિક સ્થિરતાના મૂળભૂત સ્તંભોનું આરોપણ કરવામાં મદદરુપ નિવડશે.