ફિલ્મ-ટીવી જગતના જાણીતા એક્ટર અને સ્ક્રિન રાઇટર શિવકુમાર સુબ્રમણિયમનું નિધન થઇ ગયુ. હમણા થોડા દિવસો પહેલાં જ મહિલા ગીતકાર માયા ગોવિંદે આપણી વચ્ચેથી વિદાય લીધી હતી. હવે શિવકુમારના નિધનના સમાચારથી સમગ્ર બોલીવૂડ શોકમગ્ન છે. હજુ ગત મહિને જ તેમના પુત્રનું મૃત્યુ થયું હતું. જેના દુ:ખમાંથી તેઓ બહાર આવી શક્યા નહીં અને આ દુનિયાને અલવિદા કરી દીધી. શિવકુમાર છેલ્લે ગત વર્ષે આવેલી ફ્લિમ મીનાક્ષી સુંદરેશ્વરમાં જોવા મળ્યા હતા.
આ ફિલ્મમાં દંગલ ફેમ સાનિયા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં હતી. શિવકુમારનું નિધન કયા કારણે થયું તે અંગે હજું કંઇ ચોક્ક્સ માહિતી પ્રાપ્ત થઇ નથી. પરંતુ ફિલ્મસર્જક બીના સરવરે શિવના નિધન અંગે ટ્વીટ કરીને જાણકારી આપી છે.બીના સરવરે ટ્વીટર પર શિવકુમારને શ્રદ્ધાંજલિ અર્પતા લખ્યું કે શિવના પુત્ર જહાનનું બે મહિા પહેલાં બ્રેન ટ્યૂમરને કારણે નિધન થયું હતું. હવે શિવ પણ ચાલ્યા ગયા. તેમનું અંતિમ સંસ્કાર આજે સવારે 11 વાગે મોક્ષધામ હિન્દુ શ્માશાનભૂમિમાં કરવામાં આવશે.