મહિલાએ ‘કસોટી જિંદગી કી’ ફેમ સિઝેન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. પીડિત મહિલાએ દાવો કર્યો છે કે, તે સિઝેન ખાનની પત્ની છે.
અમેરિકામાં રહેતી આયશા પિરાની નામની મહિલાએ ફેમસ ટીવી એક્ટર સિઝેન ખાન સામે FIR નોંધાવી છે. આ મહિલાએ ‘કસોટી જિંદગી કી’ ફેમ સિઝેન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે, જેના કારણે એક્ટરની મુશ્કેલીઓ વધી ગઈ છે. પીડિત મહિલાએ દાવો કર્યો છે કે, તે સિઝેન ખાનની પત્ની છે.
- Advertisement -
પીડિતાએ એક્ટર પર મારપીટ અને ઘરમાં બંધ કરવાનો આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહિલા જણાવે છે કે, ‘સિઝેન ખાન મને રૂમમાં બંધ કરીને સ્કાઈપ પર અન્ય યુવતીઓ સાથે ફ્લર્ટ કરે છે. સિઝેન ખાન મને જણાવે છે કે, ‘મેં તારી સાથે લગ્ન કર્યા, મારું જીવન તને સોંપ્યુ. તેમના’ આવા ડાયલોગ હોય છે અને મારી સાથે ખોટુ વર્તન કરે છે. હું ફળ લાવવાનું ભૂલી જઉં તો રાત્રે ફળ ખાવાની ઈચ્છા ધરાવે છે. એવા ખરાબ શબ્દોનો ઉપયોગ કરે છે, જે હું કહી પણ ના શકું.’
મહિલા ખુદને સિઝેન ખાનની પત્ની ગણાવે છે
મહિલાએ દાવો કર્યો છે કે, તેમણે વર્ષ 2015માં સિઝેન ખાન સાથે લગ્ન કર્યા હતા. તેમના કહેવા અનુસાર મેં આ લગ્નજીવનને જાહેર થવા દીધું નહોતું. સિઝેન ખાને છેતરપિંડીથી મારી પાસે ડાયવોર્સ પેપર સાઈન કરાવી લીધા. મહિલા વધુમાં જણાવે છે કે, ‘હું એક મુસ્લિમ મહિલા છું અને મુસ્લિમ કાયદા અનુસાર હું હજુ પણ તેમની પત્ની છું. મેં જે પૈસા સિઝેન ખાન પર ખર્ચ્યા, તે પરત મેળવવા માંગુ છું. તેમના કારણે મે અનેક માનસિક પરેશાનીનો સામનો કર્યો છે અને તેનું વળતર મેળવવા માંગું છું. હું લગ્ન કરવા માંગુ છું અને કાયદાકીય રીતે મુસ્લિમ લૉ અનુસાર ‘ખુલાનામા’ મેળવવા માંગુ છું.’
સિઝેન ખાને અનેક ટીવી શોમાં કામ કર્યું
45 વર્ષીય સિઝેન ખાને ગયા વર્ષે ગર્લફ્રેન્ડ અફસીન સાથે લગ્ન કરવાની વાત કરી હતી. એક્ટર સિઝેન ખાન ગર્લફ્રેન્ડ અફસીન સાથે 3 વર્ષ સુધી રિલેશનશીપમાં હતી. સિઝેન ખાને ટીવી શો ‘કસોટી જિંદગી કી’, ‘સીતા ઓર ગીત’ અને ‘શક્તિ- અસ્તિત્વ કે એહસાસ કી’ જેવા શોમાં કામ કર્યું છે.