73 વર્ષીય અભિનેતા મિથુન ચક્રવર્તીને અચાનક તેમની છાતીમાં દુખાવો થયો અને થોડી બેચેની અનુભવાઈ, જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બૉલીવુડના પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તી વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 73 વર્ષીય મિથુન ચક્રવર્તીને છાતીમાં દુખાવો અને બેચેનીની ફરિયાદ બાદ આજે 10 ફેબ્રુઆરીના રોજ કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- Advertisement -
Actor and BJP leader Mithun Chakraborty hospitalised in Kolkata due to chest pain.
— News Arena India (@NewsArenaIndia) February 10, 2024
- Advertisement -
અહેવાલો અનુસાર, અભિનેતાની નજીકના એક સૂત્રનું કહેવું છે કે તે આજે સવારે એમને ગભરામણ થઈ રહી હતી અને છાતીમાં દુખાવો પણ થતો હતો જેના પગલે તેને કોલકાતાની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.