ખાસ-ખબર સંવાદદાતા
ઊંચા ફુગાવાને પરિણામે ગયા મહિને દેશની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ નબળી પડી ત્રણ મહિનાની નીચી સપાટીએ રહી હતી. એસએન્ડપી ગ્લોબલ સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) જે મેમાં 61.20 હતો તે જૂનમાં ઘટી 58.50 રહ્યો છે. એપ્રિલમાં 62 રહ્યા બાદ આ સૌથી નીચી સપાટી છે.
જૂનનો સેવા ક્ષેત્રમાં વેપાર આશાવાદ વર્તમાન વર્ષનો સૌથી ઊંચો રહ્યો છે. સેવા પૂરી પાડવા પેટે વસૂલવામાં આવતા દરોમાં વૃદ્ધિ છ વર્ષની ઊંચી સપાટીએ જોવા મળી હતી. સેવા તથા ઉત્પાદન ક્ષેત્રની સાથે મળીને ખાનગી ક્ષેત્રમાં એકંદર કિંમત વધીને એક દાયકાની ઊંચી સપાટીએ પહોંચી છે.
- Advertisement -
જુનમાં સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો સંયુકત પીએમઆઈ 59.40 મજબૂત રહ્યો છે, એમ એસએન્ડપી ગ્લોબલ ખાતેના અર્થશાસ્ત્રી પોલિઆના દ્ લિમાએે જણાવ્યું હતું.