11 મિલકતો સીલ કરી તો 16ને ટાંચ જપ્તી નોટિસ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાની વેરા વસુલાત શાખા દ્વારા 7 વોર્ડમા કાર્યવાહી કરવામા આવી છે. જેમા 11 મિલકતો સીલ કરવામા આવી છે અને 16ને ટાંચ જપ્તીની નોટીસ આપવામા આવી છે. રાજકોટ મનપાનાં કમિશનરની સુચના મુજબ કાર્યવાહી કરતા વોર્ડ નં-6મા સંત કબીર રોડ પર 2 યુનિટને નોટીસ ફટકારમા આવી છે તથા ભાવનગર રોડ પર 1 યુનિટને નોટીસ સામે રૂ.9,882 રીકવરી કરી છે. તથા એક 1 યુનિટને બાકી માંગણા સામે મિલકત સીલની કાર્યવાહી કરી રૂ.29,524 કર્યા છે.
નં-7માં ઉદ્યોગનગરમાં – 2, જી.આઇ.ડી.સીમાં – 1 તથા ભક્તિનગરમાં – 1 યુનિટને નોટીસ ફટ્કારી છે. વોર્ડ નં-12માં ગોંડલ રોડ પર આવેલ 2 – યુનિટના બાકી માંગણા સામે મિલકત સીલની કર્યવાહી કરતા રૂ.1.85 લાખની રીકવરી કરવામા આવી છે. 150 ફુટ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.1.97 લાખની રીકવરી કરવામા આવી છે. ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે મિલકત સીલની કાર્યવાહી કરતા રૂ.1.48 લાખની રીકવરી કરવામા આવી છે. જ્યારે વોર્ડ નં-13માં ઉમાંકાન્ત પંડિત ઉદ્યોગનગરમાં 1- યુનિટના બાકી માંગણા સામે મિલકત સીલની કાર્યવાહી કરતા રૂ.1.57 લાખની રીકવરી કરી છે. અમરનગરમાં 1- યુનિટના બાકી માંગણા સામે મિલકત સીલની કાર્યવાહી કરતા રૂ.3.18 લાખની રીકવરી કરી છે. તથા ગોકુલનગરમાં 1- યુનિટના બાકી માંગણા સામે મિલકત સીલની કાર્યવાહી કરતા રૂ.50,000ની રીકવરી કરી છે.
વોર્ડ નં-14માં બાપુનગરમાં 1 – યુનિટના બાકી માંગણા સામે મિલકત સીલની કાર્યવાહી કરતા રૂ.75,610 રીકવરી કરી છે. સોરઠીયાવાડીમાં 1- યુનિટની નોટીસ સામે રૂ.51,700 રીકવરી કરી છે. જ્યારે કેવડાવાડીમાં 2 – યુનિટને નોટીસ આપી છે. બાલાજી ફર્નિચર 1- યુનિટના બાકી માંગણા સામે મિલકત સીલની કાર્યવાહી કરતા રૂ.50,000 રીકવરી કરી છે. સોરઠીયા વાડીમાં 1- યુનિટના બાકી માંગણા સામે મિલકત સીલની કાર્યવાહી કરતા રૂ.50,113 રીકવરી કરી છે. વોર્ડ નં-15માં 80 ફુટ રીંગ રોડ પર આવેલ 1- યુનિટને તથા સ્ક્રેપ બજારમાં 3-યુનિટને નોટીસ ફટકારી છે.
વોર્ડ નં-16 મારૂતીનગરમાં 1 – યુનિટને નોટીસ ફટકારી છે. વેરા વસુલાત શાખાની આ કાર્યવાહી મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડયા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરો દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. હજુ પણ મિલકત સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.