ચૂંટણી પંચે બે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને સસ્પેન્ડ કર્યા
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર શક્તિપુર અને બેલડાંગા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સૂચનાઓ છતાં ધાર્મિક હિંસા રોકવામાં નિષ્ફળ ગયા હતા
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન હિંસા રોકવામાં કથિત રીતે નિષ્ફળ રહેવા બદલ ચૂંટણી પંચે બે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને સસ્પેન્ડ કરી દીધા છે. વાત જાણે એમ છે કે, ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર શક્તિપુર અને બેલડાંગા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સૂચનાઓ છતાં ધાર્મિક હિંસા રોકવામાં નિષ્ફળ ગયા હતા. નોંધનિય છે કે, રામ નવમીના અવસર પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન હિંસાની ઘટના બની હતી. મુર્શિદાબાદની સાથે મેદિનીપુરમાં પણ હિંસક ઘટનાઓ બની હતી.
- Advertisement -
એક અધિકારીએ કહ્યું, બંને અધિકારીઓ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં રહેશે અને ચૂંટણી સંબંધિત કોઈ કામ કરી શકશે નહીં. સંબંધિત અધિકારીઓએ બંને અધિકારીઓ સામે ચાર્જશીટ દાખલ કરવી જોઈએ. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચે મુખ્ય ચૂંટણી અધિકારીને તેમની જગ્યાએ નિમણૂક માટે નામ મોકલવા કહ્યું છે. રામ નવમી નિમિત્તે પશ્ચિમ બંગાળમાં બે સ્થળોએ હિંસા થઈ હતી. મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા શહેરમાં એક સરઘસ કાઢવામાં આવ્યા બાદ હિંસા થઈ હતી.
Bengal is falling apart and Mamata Banerjee is responsible for it. Her vituperative and communal speeches are the reason Ram Bhakts have been attacked across Bengal. After widespread rioting in Murshidabad, now devotees of Shri Ram targeted in Egra, Medinipur.
BJP Karyakartas… pic.twitter.com/8dG0pMzMIR
- Advertisement -
— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) April 17, 2024
BJP IT સેલના વડા અમિત માલવિયાએ હિંસાના કેટલાક વીડિયો શેર કર્યા છે. તેણે લખ્યું હતું કે, મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ માટે કલંક છે. તે ફરી એકવાર રામ નવમી શોભા યાત્રાને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, મુર્શિદાબાદના રેજીનગરમાં હિન્દુ શ્રદ્ધાળુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં હિન્દુઓ લઘુમતી છે. રેજીનગરમાં ધાબા પરથી પથ્થરમારો કરતા લોકોનો વીડિયો પણ સામે આવ્યો હતો.
મેદિનીપુરમાં પણ થઈ હતી અથડામણ
મહત્વનું છે કે, આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મુર્શિદાબાદ જિલ્લાના રેઝીનગરના શક્તિપુર વિસ્તારમાં બુધવારે સાંજે રામ નવમીની શોભાયાત્રા દરમિયાન અથડામણ અને હિંસાનો દાવો કરવામાં આવ્યો હતો જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, જ્યારે રામ નવમીની શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી ત્યારે વિસ્તારમાં પથ્થરમારો શરૂ થઈ ગયો હતો અને લોકો છત પરથી પથ્થરમારો કરતા જોવા મળ્યા હતા.