લીઝમાં પાણી ભરાયેલું હોવા છતાં મોટા પ્રમાણમાં કોલસાનો જથ્થો મળી આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાના ખનન પ્રવૃતિને પ્રોત્સાહન પૂરું પાડતા લીઝ ધારકો પર પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી. ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા થાનગઢના જામવાડી ખાતે કોલસાની લીઝ પર અચાનક ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં અનેક પ્રકારની ગેરરીતિ જોવા મળી હતી. સરકારી નિયમો અને પરિપત્રો મુજબ લિઝા કામગીરી નહીં થતી હોવાનું અને જે સ્થળ પર કોલસાની લીઝ મંજૂર કરાઈ હતી તેમાં વરસાદી પાણી ભર્યું હોવા છતાં બાજુના સરકારી જમીન પર 400 ટન જેટલા મોટા પ્રમાણમાં કોલસાનો જથ્થો મળી આવ્યો હતો જેથી સ્પષ્ટ રીતે લીઝમાંથી કોલસો કાઢવામાં આવ્યો નથી તેવું સાબિત થયું હતું આ સાથે સ્ટોક રજિસ્ટર, વિસ્ફોટક જથ્થાનું રજીસ્ટ, રોયલ્ટી અંગે રેકોર્ડ સહિતના નિયમો અંગે ક્ષતિ જોવા મળી હતી જેને લઇ કોલસાની લીઝ ધારક વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતર વિરુધ નિયમો ભંગ બદલ કાર્યવાહી પણ હાથ ધરી હતી.
- Advertisement -
કોલસાની લીઝ પર નિયમો મુજબ ક્ષતિ નજરે પડી
(1) લીઝવાળી જગ્યાના કોઈ હદ નિશાન યોગ્ય નિભાવેલ નથી.
(2) લીઝ માંથી નીકળતા કોલસા અંગેના સ્ટોક અંગે કોઈ રજીસ્ટર નિભાવેલ નથી.
(3) લીઝવાળી જગ્યામાં હાલ વરસાદી પાણી ભરેલુ હોય છતાં 400 મેટ્રીક ટન કોલસોનો જથ્થો મળી આવેલ છે. તો આ જથ્થો ક્યાંથી લાવેલ છે ? તે અંગે કોઈ રેકર્ડ રજૂ કરેલ નથી
(4) લીઝવાળી જગ્યાની બહાર લીઝમાંથી નીકળેલ વેસ્ટ માલ વગર પરવાનગીએ સરકારી જમીન સર્વે નંબર 155 વાળી આશરે 4(ચાર) હેકટર જમીન પર સ્ટોક કરેલ છે. તથા લીઝની બાજુમાં આવેલ સરકારી સર્વે નંબરમાં ગેરકાયદેસર કોલસાના કુલ 4 (ચાર) કુવાઓ મળી આવેલ છે.
(5) કોલસાના કુવામાં ખોદકામ કરતા મજુર દ્વારા સરકારી જમીન ઉપર 37 ઝૂંપડા બાંધવામાં આવેલ છે.
(6) લીઝમાં ઉ5યોગમાં લેવાતા વિસ્ફોટક પદાર્થ અંગેનું રજીસ્ટર નિભાવેલ નથી.
(7) લીઝ વાળી જગ્યા સિવાય બાજુમાં રહેલી ખાનગી માલિકીની ખેતીની જમીનનો ઉપયોગ વગર પરવાનગીએ બિનખેતી તરીકે ઉ5યોગ કરેલ છે.
(8) લીઝ અંગેના કોઈ પણ પ્રકારના રજીસ્ટરો, હિસાબો, સાધન સામગ્રી અંગેના રેકર્ડ, લીઝમાંથી નીકળતા અન્ય વધારાના વેસ્ટ માલ અંગેના રેકર્ડ નિભાવે નથી.
(9) લીઝ ગત વર્ષ 2021 સુઘી જ રીન્યુ થયેલ ત્યારબાદ રીન્યુ થયેલ હોવાના કોઇ જ આઘાર પુરાવાઓ લીઝ હોલ્ડરે રજુ કરેલ નથી.
(10) લીઝમાં કામ કરતા તમામ મંજુરો લીઝ હોલ્ડર દ્વારા રાખવામાં આવેલ હતા તે મજુરોની સેફટી અંગે કોઇ જ સુવિઘાઓ રાખવામાં આવેલ નથી.
(11) ઝું5ડાની બાજુમાં જ ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ મળી આવેલ છે, ભવિષ્યમાં ખુબ જ ગંભીર અકસ્માત થવાની સંભાવના રહેલી છે.
(12) લીઝમાં ઉ5યોગમાં લેવામાં આવતા એક5ણ વાહનોનું સરકારશ્રીની જોગવાઇઓ મુજબ વી.ટી.એમ.એસમાં નોંઘણી કરાવેલ નથી.
(13) કેટલો કોલસો લીજમાંથી કાઢવામાં આવેલ છે ? કેટલી રોયલ્ટી પાસ ઇસ્યુ કરેલ છે ? તે અંગેનું કોઇ5ણ રેકર્ડે નિભાવવામાં આવેલ નથી.



