ખાસ-ખબર સંવાદદાતા
મતદાનના દિવસે મતદાનની ટકાવારી પર દેખરેખ રાખવા માટે જિલ્લા કક્ષાએ અને પાંચેય વિધાનસભા બેઠક વાર ક્ધટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. જેના માધ્યમથી દર બે કલાકના આંકડાઓ રિયલ ટાઇમ મોનિટરીંગ કરવામાં આવશે. ઓછું મતદાન ધરાવતા મથકના બૂથ લેવલ અવરનેશ ગૃપના કર્મચારીઓને મતદાતાઓને મતદાન મથક સુધી લાવવાં માટે અને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ માટે સંબંધિત ક્ધટ્રોલ રૂમમાં બૂથ લેવલ અવરનેશ ગૃપના વડાઓ હાજર રહેશે. આ સાથે ચૂંટણી અધિકારી પણ મતદાનની ટકાવારી ઉપર ધ્યાન આપી જરૂરી પગલાં લેવા માટે નિર્દેશ આપશે.
મતદાનના દિવસ માટે એક્શન પ્લાન



